હળવદના જુના દેવળીયા ગામ પાસે નર્મદાની ધાંગધ્રા બ્રાન્ચ કેનાલના સાયફનમાં બાકોરનું પાડનાર અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધાયો મોરબી નજીક કારખાનામાં એર કમ્પ્રેસરથી શરીરમાં હવા ભરી દેતા યુવાન સારવારમાં મોરબીમાં તાજિયાના તહેવાર પહેલા પોલીસનું ફૂટ પેટ્રોલીંગ યોજાયું વાંકાનેરના કણકોટ ગામે જાહેરમાંથી દારૂની 224 બોટલ સાથે એક શખ્સ પકડાયો ખાનગી વીજ કંપની પાસેથી વળતરનો મામલો, મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણી ખાતે મહિલાઓ દ્વારા આનંદનો ગરબો યોજી અનોખો વિરોધ વ્યક્ત કરાયો મોરબીની જુદીજુદી શાળાઓમાં ડીડીઓ-મેયરની હાજરીમાં અને ટંકરાના જીવાપર ગામે જિલ્લા પંચાયત પ્રમુખની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો ટંકારા આઇટીઆઇ ખાતે ૩૦ જૂને યોજાશે ઔદ્યોગિક ભરતી મેળો શાળા પ્રવેશોત્સવમાં કરી જાહેરાત: વાંકાનેરના ભેરડા ગામની શાળામાં પેવાર બ્લોક માટે 3 લાખની ગ્રાન્ટ આપતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી
Breaking news
Morbi Today

જો પ્રાથમિક શિક્ષકોની માંગણીઓ નહીં સંતોષાય તો જેલ ભરો આંદોલન: મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ


SHARE











જો પ્રાથમિક શિક્ષકોની માંગણીઓ નહીં સંતોષાય તો જેલ ભરો આંદોલન: મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ

 મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના હોદેદારો સહિતના આગેવાનો દ્વારા  શિક્ષકોના પડતર પ્રશ્નોને ઉકેલવા માટે તેમજ શિક્ષણની સ્થિતિમા સુધારો લાવવાશિક્ષણમા સારા પરિણામો મેળવવા બાબતે અવાર નવાર રજૂઆત કરવામાં આવે છે તો પણ તેઓના જૂના પ્રશ્નોને ઉકેલવામાં આવતા નથી જેથી કરીને મોરબી જિલ્લા પંચાયત કચેરી ખાતે મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના હોદેદારો અને શિક્ષકો દ્વારા ધરણાં કરવામાં આવ્યા હતા અને ત્યારે આગેવનોએ ચીમકી ઉચ્ચારી હતી કે, જો પ્રાથમિક શિક્ષકોની માંગણીઓ નહીં સંતોષાય તો આગામી દિવસોમાં શિક્ષકો દ્વારા જેલ ભરો આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે 

રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની આગેવાનીમાં શિક્ષકોના પડતર પ્રશ્નોને ઉકેલવા માટે છેલ્લા ઘણા સમયથી સરકારમાં રજૂઆતો કરવામાં આવી રહી છે તો પણ શિક્ષકોના પડતર પ્રશ્નોને ઉકેલવામાં આવ્યા નથી જેથી કરીને છેલ્લા દિવસોમાં મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ હેઠળ આવતા તાલુકા સંઘના હોદેદારો સહિતના આગેવાનો દ્વારા તાલુકા પંચાયત કચેરી સામે ધરણા કરીને આવેદનપત્ર આપવામાં આવ્યા હતા જેમાં વર્ષ-૨૦૦૬ થી જુની પેન્શન યોજના વિના વિલંબે ચાલુ કરવીજુદા જુદા નામથી રાજ્યોમા ફરજ બજાવતા કરાર આધારીત શિક્ષકોને નિયમિત કરવારાષ્ટ્રીય શિક્ષણનીતિ -૨૦૨૦ માં શિક્ષક વિરોધી જોગવાઇઓ દુર કરવીતા.૨૭-૦૪-૨૦૧૧ પહેલા ભરતી થયેલ શિક્ષકોને નિવ્રુતિ સામે કાયમીના આદેશ થવા૧૦ વર્ષના બોન્ડમા ભરતી થયેલા શિક્ષકોની બોન્ડની મર્યાદા ઘટાડવીએચ.ટાટ તથા પ્રાથમિક શિક્ષકોના મહેકમના સેટઅપની સંખ્યા સુધારવીબદલીના નવા નિયમો ઝડપથી બહાર પાડવાબદલી થયેલ શિક્ષકોને ૧૦૦ ટકા છુટા કરવાકોરોનાના કારણે સી.સી.સી. પરીક્ષા લેવાયેલ ન હોય તો સી.સી.સી. પરીક્ષા માટે તા ૩૧/૧૨/૨૦૨૦ પછી મુદતમા વધારો કરવા અને અન્ય માંગણીઓનુ પણ નિરાકરણ લાવવા માટેની માંગણી કરવામાં આવેલ છે પરંતુ તેનો નિકાલ કરવામાં આવેલ નથી જેથી સોમવારે જિલ્લા પંચાયત કચેરી ખાતે મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના હોદેદારોની આગેવાનીમાં મોરબી જિલ્લાના શિક્ષકો દ્વારા શિક્ષકોના પડતર પ્રશ્નોને લઈને ધરણાં યોજવામાં આવ્યા હતા અને ત્યારે આગમી દિવસોમાં આ મુદે દેશના વડાપ્રધાનને ટપાલ લખવાની વાત કરી હતી તેમજ આગેવનોએ આગમી દિવસોમાં જો આ પ્રશ્નો નહીઓ ઉકેલવામાં આવે તો જેલ ભરો આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે અને ધરણાં બાદ આગેવાનોએ ડીડીઓને આવેદનપત્ર પણ પાઠવ્યું હતું 






Latest News