મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કક્ષાના મહિલા દિવસની ઉજવણી સાથે આજે મહિલા સંમેલન-સન્માન સમરોહ યોજાયો


SHARE







મોરબી જિલ્લા કક્ષાના મહિલા દિવસની ઉજવણી સાથે આજે મહિલા સંમેલન-સન્માન સમરોહ યોજાયો

મોરબીના સનાળા ગામે આવેલ પટેલ સમાજ વાડી ખાતે જિલ્લા કક્ષાના મહિલા દિવસની આજે ઉજવણી કરવામાં આવી હતી જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ, કલેકટર સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા અને જુદા જુદા ગામોમાં સારી કામગીરી કરનારા મહિલા સરપંચોને સન્માનિત કરવામાં આવ્યા હતા તે ઉપરાંત સરકારની વિવિધ યોજનાઓનો મહિલાઓને લાભ આપવામાં આવ્યો હતો અને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું

8 મી માર્ચને મહિલા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે આજે મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મોરબી નજીકના સનાળા ગામે આવેલ પટેલ સમાજ વાડી ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અંતર્ગત મહિલા સંમેલન અને સન્માન સમારોહનું આયોજન કર્યું હતું અને તેમાં અધ્યક્ષ સ્થાને મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારઘી હાજર રહ્યા હતા તે ઉપરાંત મોરબી જિલ્લાના કલેક્ટર કે.બી.ઝવેરી, ડીડીઓ નવલદાન ગઢવી, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હીરાભાઈ મારીયા સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ તેમજ કર્મચારીઓ હાજર રહ્યા હતા અને ખાસ કરીને આ કાર્યક્રમમાં મોરબી જિલ્લાના જુદા જુદા ગ્રામ્ય વિસ્તારોમાંથી જે ગામના મહિલા સરપંચો દ્વારા સારી કામગીરી કરવામાં આવી હોય તેઓને શિલ્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત મહિલાઓને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું




Latest News