મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો ગુજરાતમાં 30 લાખ ખેડૂતોને ભેગા થતાં વાર નહીં લાગે: માળીયા (મી)માં વીજપોલ-વાયરના વળતર માટે સરપંચ એસો.-ખેડૂત મેદાને મોરબીમાં પોલીસને બાતમી દેતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજાનું ઢીમ ઢાળી દેનારા કાકા સહિતના 4 આરોપીના રિમાન્ડ લેવા તજવીજ ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા ખેડૂતોની માંગ પૂરી કરો, હવે ખેડૂતો પૂરા થવાની તૈયારીમાં છે: મોરબીના જેતપર ગામે યોજાયેલ ડાયરાના મંચ ઉપરથી હકાભા ગઢવીની સરકારને વિનંતી મોરબીના બંધુનગર નજીક ચક્કર આવતા નાલામાં પડી ગયેલ યુવાનનું મોત મોરબીના ખાખરાળા ગામ પાસે ટ્રક ટ્રેલરની સાથે ટ્રક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં પગ કપાઈ જવાથી યુવાનનું મોત અપમૃત્યુના 3 બનાવ: ટિંબડી નજીક યુવાને ફાંસો ખાઈને કર્યો આપઘાત, શોભેશ્વર રોડે શોર્ટ લગતા યુવાનનું મોત, ટંકારાને મિતાણા નજીક કૂવામાં પડી જવાથી યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી શહેર અને તાલુકા વિસ્તારમાં વરલી જુગારની પાંચ રેડ


SHARE











મોરબી શહેર અને તાલુકા વિસ્તારમાં વરલી જુગારની પાંચ રેડ

મોરબી તાલુકા વિસ્તારમાં ચાર અને શહેરમાં એક આમ કુલ વરલી જુગારની પાંચ રેડ કરવામાં આવી હતી જેમાં પોલીસે વરલીના આંકડા લેતા શખ્સોને પકડીને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જુદા જુદા ગુના નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીના બેલા ગામની સીમમાં ખોખરા હનુમાન તરફ જવાના રસ્તા ઉપર આવેલ કારખાના પાસે વરલી જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી સંજયભાઈ ભાણજીભાઈ ચૌહાણ (32) રહે. જીવરાજ પાર્ક મોરબી વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવેલો હોય પોલીસે 200 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી. ટિંબડી ગામના પાટીયા પાસે ઓસીસ કારખાના સામે જાહેરમાં વરલી જુગારની રેડ કરી હતી ત્યારે ત્યાંથી શહેઝાદભાઈ અનવરભાઈ બુખારી (25) રહે. રણછોડનગર મોરબી વાળો વરલીના આંકડા લેતા મળી આવેલ હોય પોલીસે 200 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી. જુના રફાળેશ્વર રોડ ઉપર રામાપીરના ઢોરા પાસે વરલી જુગારની રેડ કરી હતી ત્યારે રાહુલભાઈ માનજીભાઈ ચૌહાણ (27) રહે. જીવરાજ પાર્ક સોસાયટી મોરબી વાળો વરલીના આંકડા લેતા મળી આવેલ હોય પોલીસે 340 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી જ્યારે જાંબુડીયા ગામે હોટલ પાસે જાહેરમાં વરલી રેડ કરવામાં આવી હતી ત્યારે કિરીટભાઈ મનસુખભાઈ સોલગામા (49) રહે. જાંબુડીયા વાળો વરલીના આંકડા લેતા મળી આવેલ હોય પોલીસે 250 રૂપિયાની રોકડ સાથ તેની ધરપકડ કરે છે અને મોરબીમાં ભક્તિનગર સર્કલ પાસે ઓવરબ્રિજ નીચે વરલી જુગારની રેડ કરી હતી ત્યારે ત્યાંથી રાજેશભાઈ ઉર્ફે રાજુ અબ્દુલભાઈ પબાણી (39) રહે. ઉદય પાર્ક સોસાયટી સનાળા બાયપાસ મોરબી વાળો વરલીના આંકડા લેતા મળી આવેલ હોય પોલીસે 750 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરે છે

મહિલા સારવારમાં

મોરબીની મદીના સોસાયટીમાં રહેતા મુક્તાબેન વાસુભાઈ (42) નામના મહિલાને ઘર પાસે કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં તેને ફ્રેક્ચર જેવી ઈજા થઈ હોવાથી ઇજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે






Latest News