મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાકક્ષા યંગ ટેલેન્ટ આઇડેન્ટીફિકેશન કાર્યક્રમ અન્વયે ભાઈઓ-બહેનો માટે કસોટી યોજાશે


SHARE







મોરબી જિલ્લાકક્ષા યંગ ટેલેન્ટ આઇડેન્ટીફિકેશન કાર્યક્રમ અન્વયે ભાઈઓ-બહેનો માટે કસોટી યોજાશે

સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા સંચાલિત જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કુલ (ડી.એલ.એસ.એસ.) યોજના અંતર્ગત ૨૦૨૬-૨૭ માં ખેલ મહાકુંભ ૨૦૨૫માં પસંદગી પામેલા ખેલાડીઓ માટે મોરબી જિલ્લાકક્ષા યંગ ટેલેન્ટ આઈડેન્ટીફિકેશન કાર્યક્રમમાં ભાઈઓ અને બહેનોની કસોટીનું તા.૧૦/૨ ના રોજ ન્યુ એરા ગ્લોબલ સ્કુલ, રવાપર-ઘુનડા રોડ, મોરબી ખાતે સવારે ૦૮:૦૦ કલાકે આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં મોરબી જિલ્લાના તમામ તાલુકામાં યોજાયેલ ખેલ-મહાકુંભ ૨૦૨૫ માં અંડર-૯ અંડર-૧૧ વયજૂથ ખેલાડીઓએ ૩૦ મીટર દોડ, ૫૦ મીટર તથા સ્ટેન્ડીંગ બ્રોન્ડ જંપ સ્પર્ધામાં ૦૧ થી ૦૮ ક્રમે વિજેતા થયેલ ભાઈઓ અને બહેનો ખેલાડીઓની મોરબી જિલ્લા કક્ષા બેટરી ટેસ્ટ માટે પસંદગી કરવામાં આવી છે. બેટરી ટેસ્ટમાં ૩૦ મીટર (ફ્લાઇંગ સ્ટાર્ટ), સ્ટેન્ડિંગ વર્ટીકલ જમ્પ, સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ, ૮૦૦ મીટર દોડ, ૬*૧૦ મીટર શટલ રન, ફોર્વડ, બેન્ડ એન્ડ રીચ, મેડીસીન બૉલ થ્રો ૧/૨ ક્રી. ગ્રા.) આ તમામ ઇવેન્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે. અને જિલ્લા કક્ષા બેટરી ટેસ્ટમાં પાસ થયેલ ખેલાડીઓ રાજ્યકક્ષાની બેટરી ટેસ્ટમાં ભાગ લેશે તેમજ રાજ્ય કક્ષામાં પાસ થયેલ ખેલાડીઓને જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કુલ (ડી.એલ.એસ.એસ.) માં પ્રવેશ મેળવી શકશે અને આ યોજના હેઠળ પસંદ થયેલ ખેલાડીઓને વિનામુલ્યે શિક્ષણ, બુક અને સ્ટેશનરી, હોસ્ટેલ સુવિધા, સ્કુલ ગણવેશ, પોષ્ટિક આહાર, માસિક સ્ટાઈપેંડ, ટુર્નામેન્ટ એક્સ્પોઝર, રમતની ધનિષ્ટ તાલીમ, સ્પોર્ટ્સ કીટ, મેડીક્લેમ, રમતના સાધનો જેવા લાભો આપવામાં આવશે. આ અંગે વધુ માહિતી માટે જિલ્લા રમત પ્ર-શિક્ષણ કેન્દ્ર, મોરબી સંપર્ક નં. ૭૫૭૩૮૦૯૪૦૧ પર સંપર્ક કરવા મોરબી જિલ્લા રમત વિકાસ અધિકારી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની યાદીમાં જણાવવામાં આવ્યું હતું.






Latest News