મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત મોરબીની વી.સી.ટેકનિકલ હાઇસ્કુલ ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અનુદાનથી સંસ્કૃત કક્ષનું લોકાર્પણ ગણેશોત્સવ બનશે જનસેવાનો મહોત્સવ: હળવદ કા રાજા ગણપતિ પંડાલમાં કાલે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ
Breaking news
Morbi Today

ટંકારા: નવું બાઈક લેવાની પત્નીએ ના પાડતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત


SHARE





ટંકારા: નવું બાઈક લેવાની પત્નીએ ના પાડતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત

ટંકારા તાલુકાના જબલપુર ગામ પાસે આવેલ કારખાનાના ક્વાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા યુવાનને નવું બાઈક લેવું હતું પરંતુ તેની પાસે પૈસા ન હતા અને તેના દીકરાના લગ્ન પણ બાકી હતા જેથી કરીને યુવાનને તેની પત્નીએ નવું બાઈક લેવાની ના પાડી હતી જે બાબતે તેને લાગી આવતા યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જે બનાવની ટંકારા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં ટંકારા તાલુકાના જબલપુર ગામની સીમમાં આવેલ વિઝન બીલટેક નામના કારખાનામાં લેબર ક્વાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા બદિયાભાઈ હુજીભાઈ ભુરીયા (37)એ પોતાના ઘરેથી રાત્રિના ત્રણ વાગ્યાના અરસામાં બાથરૂમ જોવાનું કહીને બહાર નીકળ્યા બાદ લેબર ક્વાર્ટરની પાછળના ભાગમાં આવેલ નગરપાલિકાના કચરા નાખવાના શેડમાં લોખંડની એંગલ સાથે સાડી બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે ટંકારાની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની મૃતક યુવાનના પત્ની વેસ્તિબેન ભુરીયા રહે. હાલ જબલપુર વાળાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક યુવાનેને નવું બાઈક લેવું હતું પરંતુ તેની પાસે પૈસા ન હતા અને તેના દીકરાના લગ્ન કરવાના બાકી હોય મૃતક યુવાનને તેની પત્નીએ બાઈક લેવાનીના પાડી હતી જે બાબતે તેને મનોમન લાગી આવતા યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કરી દીધેલ છે જે અંગેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

વૃદ્ધ સારવારમાં

ટંકારા તાલુકાના લજાઈ ગામે રહેતા પ્રાણજીવનભાઈ માધવજીભાઈ કોટડીયા (72) નામના વૃદ્ધ બસ સ્ટેશન પાસેથી બાઈકમાં જઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર ઢાળમાં બાઇક સ્લીપ થઈ ગયું હતું અને અકસ્માત થયો હતો જે બનાવમાં ઇજા પામેલા વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.

વૃદ્ધા સારવારમાં

મોરબીના રવાપર ગામે આવેલ રંગ ધરતી પાર્ક સોસાયટીમાં થીમ હાઈટમાં રહેતા ધન ગૌરીબેન રામચંદ્ર ત્રિવેદી (84) નામના વૃદ્ધા ક્રિષ્ના સ્કૂલ પાસેથી બાઈકમાં બેસીને જઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર બાઈકમાંથી પડી જવાના કારણે તેમને ઈજા થઇ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે




Latest News