મોરબીના રવાપર ગામે રહેતા યુવાનનું કેન્સરની બીમારી સબબ મોત દિવાળી સુધારી: મોરબી જિલ્લામાં 43 પોલીસ કોન્સટેબલને બઢતી પાકિસ્તાનથી આવેલા ૨૫ લોકોને મોરબીના કલેકટરે ભારતીય નાગરિકતાના પ્રમાણપત્ર એનાયત કર્યા મોરબીના કલેક્ટરે EVM વેરહાઉસની લીધી મુલાકાત યુક્રેનના ડિટેન્શન સેન્ટરમાં 13 મહિનાથી રાખવામાં આવેલ મોરબીના સાહિલ માજોઠીની માતા કાલે વ્હોટ્સ એપ કોલથી કરશે વાત બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં કલેકટરની હાજરીમાં લંચ વિથ લાડલીનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં ફરિયાદ કર્યા બાદ યુવતીને શખ્સે ફરી ગાળો દીધી ગૌ સેવામાં સહયોગ: મોરબીમાં કર્તવ્ય નંદી ઘર લાભાર્થે ઊભા કરાયેલ ફટાકડાના સ્ટોલેથી યુવા શક્તિ ફાઉન્ડેશનની ટીમે કરી ખરીદી
Breaking news
Morbi Today

ટંકારામાં આવેલ દ્વારકાધીશ સર્વિસ સ્ટેશનમાં વાહનની સર્વિસ બાબતે બોલાચાલી બાદ કરી તોડફોડ: જાનથી મારી નાખવાની ધમકી


SHARE









ટંકારામાં આવેલ દ્વારકાધીશ સર્વિસ સ્ટેશનમાં વાહનની સર્વિસ બાબતે બોલાચાલી બાદ કરી તોડફોડ: જાનથી મારી નાખવાની ધમકી

ટંકારા રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ દ્વારકાધીશ સર્વિસ સ્ટેશનમાં વાહનની સર્વિસ કરવા બાબતે ત્યાં કામ કરતા મજૂરો સાથે બોલાચાલી કરીને બેફામ ગાળો આપી હતી તેમજ મારી નાખવાની ધમકી આપવામાં આવેલ છે અને ત્યાં રાખવામાં આવેલ વસ્તુઓમાં તોડફોડ કરવામાં આવી હતી જેથી સર્વિસ સ્ટેશનના માલિક દ્વારા હાલમાં એક શખ્સની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

ટંકારામાં મોરબી નાકાની બાજુમાં રહેતા આરીફભાઈ આસમભાઈ અબરાણી (35)એ હાલમાં કાસમભાઈ ઇબ્રાહીમભાઇ અમરોણીયા રહે. ટંકારા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, ટંકારા રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ તેઓના દ્વારકાધીશ સર્વિસ સ્ટેશનમાં કામ કરતા મજૂરો સાથે આરોપીએ સર્વિસ કરાવવા બાબતે બોલાચાલી કરી હતી અને ગાળો આપી હતી તથા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને સર્વિસ સ્ટેશનમાં રાખવામાં આવેલ નળી, ડોલ, ઈલેક્ટ્રીક બોર્ડ વગેરે ચીજ વસ્તુઓમાં તોડફોડ કરી હતી તેમજ શટરમાં લોખંડના પાઇપ મારીને નુકસાન કર્યું હતું જેથી ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બાઇક ચોરી

મોરબીના નાનીવાવડી ગામ નજીક બગથળા રોડ ઉપર આવેલ ઉમિયા પાર્કમાં રહેતા લખજી રોહસિંગ સોઢા (32)એ અજાણ્ય શખ્સની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વાહન ચોરીની ફરિયાદ આપી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબીના વાવડી રોડ ઉપર ભક્તિનગર સોસાયટી સંત કબીર આશ્રમ પાસે દેવીસિંગ રાઠોરના ઘર સામે તેણે પોતાનું બાઈક નંબર જીજે 36 એક્યુ 6410 પાર્ક કરીને મૂક્યું હતું જે 1.16 લાખનું બાઈક ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News