મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

ટંકારા તાલુકામાં બનેલો બનાવ: સગીર દીકરી સાથે સગા બાપે આચર્યું દુષ્કર્મ, આરોપીની ધરપકડ


SHARE







ઘોર કળિયુગ :ટંકારા તાલુકામાં બનેલો બનાવ, સગીર દીકરી સાથે સગા બાપે આચર્યું દુષ્કર્મ, આરોપીની ધરપકડ

ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા પરિવારની સગીર દીકરી સાથે તેના પિતા દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યુ હતુ.જે બાબતે મહિલાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીની ધરપકડ કરે છે અને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

વર્તમાન સમયમાં સમાજ માટે લાલબત્તી કહી શકાય તેવા બનાવો અવારનવાર સામે આવતા હોય છે દરમિયાન ટંકારા તાલુકા વિસ્તારમાં રહેતી મહિલા દ્વારા ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આવીને તેના પતિએ તેની ૧૪ વર્ષની સગીર દીકરી સાથે દુષ્કર્મ આચર્યુ હોવાની ફરિયાદ આપી હતી.જેથી કરીને ટંકારા પોલીસે આ બાબતને ગંભીરતાથી લઈને તાત્કાલિક ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરેલ છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.હાલ આરોપીના રીમાન્ડ લેવા માટેની તજવીજ હાથ ધરી હોવાની માહિતી ડીવાયએસપી સમીર સારડાએ આપી હતી.વધુમાં મળતી માહિતી મુજબ બનાવ જ્યારે બન્યો હતો ત્યારે સગીરા રાત્રે તેની માતા પાસે સૂતી હતી અને ત્યારે સગીરાને તેના પિતાએ નિર્વસ્ત્ર કરીને તેની સાથે દુષ્કર્મ કર્યું હતું.ત્યારે સગીરાએ રાડ પાડતા તેની માતા ઉઠી ગઈ હતી અને આરોપી પિતા સ્થળ ઉપરથી નાસી છૂટ્યો હતો. આ બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીને દબોચી લીધેલ છે.




Latest News