મોરબી તાલુકા પોલીસે ઓપરેશન મિલાપ અંતર્ગત ગુમ-અપહરણ થયેલ ૩૬ લોકોનું પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં ઓનલાઈન 100 કુર્તિ મંગાવનારા યુવાન સાથે છેતરપિંડી કરનાર આરોપી સુરતમાંથી ઝડપાયો મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલમાં સફાઈ-ગટર લાઇનના નિકાલની કામગીરી પૂર્ણ મોરબીના નહેરુ ગેટ ચોક, રવાપર અને શનાળા રોડ સહિતના માર્ગો ઉપરથી દબાણો હટાવ્યા નારી વંદન ઉત્સવ: મોરબી-વાંકાનેર ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ મોરબીની ઓમવીવીઆઈએમ કોલેજ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ મોરબી જિલ્લામાં ૨૫ ઓગસ્ટે યોજાશે જિલ્લા સ્વાગત કાર્યક્રમ: કલા મહાકુંભ ૨૦૨૬-૨૭ ના રજીસ્ટ્રેશનની મુદત લંબાવાઈ મોરબીના વીરપરડા ગામના કુવાને લઈને ચાલતી અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે એ કરી અપીલ
Breaking news
Morbi Today

મોરબી મહાપાલિકા-રોટરી ક્લબ દ્વારા આયોજીત ફન સ્ટ્રીટમાં અબાલ વૃદ્ધ સહુ કોઈએ કર્યા જલસા


SHARE







મોરબી મહાપાલિકા-રોટરી ક્લબ દ્વારા આયોજીત ફન સ્ટ્રીટમાં અબાલ વૃદ્ધ સહુ કોઈએ કર્યા જલસા

મોરબી મહાપાલિકા અને રોટરી ક્લબ દ્વારા શેરી રમતોને જીવંત રાખવાના હેતુથી આજે “ફન સ્ટ્રીટ” નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકોથી લઈને વૃદ્ધો સુધીના આવ્યા હતા અને આજના મોબાઈલ યુગમાં વિસરાતી જતી શેરી રમતો રમીને ખૂબ મજા કરી હતી ત્યારે કમિશનર સહિતના અધિકારીઓએ પણ બાળકની સાથે બાળક બનીને જુદીજુદી શેરી રમતો રમવાની મજા માણી હતી.

સોશ્યલ મીડિયાના સતત વધતાં આક્રમણ વચ્ચે બાળકો શેરી રમતોને જાણે કે ભૂલી જ ગયા છે ત્યારે મોરબીમાં બાળકોથી લઈને વૃદ્ધ સુધીના લોકો માટે મોરબી મહાનગરપાલિકા અને રોટરી ક્લબ દ્વારા આજે રવિવારે મોરબીના કેસર બાગ પાસે આવેલ એલ.ઇ.કોલેજ રોડ ઉપર ફન સ્ટ્રીટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી મહાપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરે સહિતના અધિકારીઓએ અને બાળકોથી લઈને સિનિયર સીટીઝન સુધીના લોકો આવ્યા હતા અને મોબાઈલ તેમજ ગુગલના લીધે આખી દુનિયા આંગળીના ટેરવે આવી ગઈ છે ત્યારે બાળકો સતત મોબાઈલમાં રચ્યા પચ્યા રહેતા હોય છે તેને મોબાઇલથી બહાર કાઢીને મેદાનમાં લઈ જવા માટેનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને અગાઉના સમયમાં શેરીમાં બાળકો ભેગા થાય અને ત્યાર બાદ લખોટી, થપો, ટાયર ફેરવવા, છાપું અને લંગડી, આંધળોપાટો, કોથળા દોડધમાલિયો ધોકો, ભમરડા ફેરવવા જેવી રમતો રમીને ધમાલ મસ્તી કરતાં હતા તે હવે શેરીઓમાં જોવા મળતી નથી અને ખાસ કરીને શેરીઓ શાંત થઈ ગયેલ છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી ત્યારે ભુલાઈ કે વિસરાઈ ગયેલ શેરી રમતોને ફરી જીવંત કરવા માટે મોરબી મહાનગરપાલિકા અને રોટરી ક્લબ દ્વારા ફન સ્ટ્રીટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકો કોથળા દોડધમાલિયો ધોકો, ભમરડો, લંગડી, આંધળોપાટો, લખોટી, સાપસીડી, દોરડા કુદ સહિતની શેરી રમતોની મજા માણી હતી. ત્યારે મહાપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરે સહિતના અધિકારીઓએ તેમજ સિનિયર સીટીઝન સહિતના હાજર રહેલ લોકો અને બાળકોએ જુદીજુદી રમત રમીને ખૂબ મજા કરી હતી. આ તકે કમિશનર સ્વપ્નિલ ખરે લીંબુ ચમચીની રમતમાં બાળકો સહિતનાઓની સાથે રમ્યા હતા. અને વધુમાં કમિશનરે જણાવ્યુ હતું કે, ફન સ્ટ્રીટ હવે તેઓની કાયમી ઇવેંટ છે અને દર મહિનાના છેલ્લા રવિવારે મોરબીના કોઈપણ એક વિસ્તારમાં તેનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મહાપલિકાના અધિકારીઓએ તેમજ રોટરી ક્લબના પ્રેસિડન્ટ સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી.






Latest News