મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબીની માધાપરવાડી કન્યા શાળાની બાળાઓએ 64.327 કિલ્લો પતંગના દોરા એકત્ર કર્યા


SHARE







મોરબીની માધાપરવાડી કન્યા શાળાની બાળાઓએ 64.327 કિલ્લો પતંગના દોરા એકત્ર કર્યા

મોરબીની પંચાસર ચોકડી પાસે આવેલી પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળા સામાજિક ઉત્થાન માટેની અનેકવિધ પ્રવૃત્તિઓ જેવી કે તુલસી પૂજન, માતૃ-પિતૃ પૂજન ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન રંગોત્સવ વગેરે પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓનું ભણતર, ગણતર, ઘડતર અને ચારિત્ર્યનું ચણતર કરવામાં આવે છે એવી જ રીતે બાળાઓએ મકરસંક્રાંતિના દિવસે લોકોએ એકબીજાની કાપેલી પતંગના દોરા રસ્તામાં જ્યાં ત્યાં લબળતા હોય, લટકતા હોય, રખડતાં હોય એના કારણે બાઈક પર જતાં ઘણા બધા લોકોના ડોકામાં ઈજા પહોંચતી હોય છે.

પતંગના દોરાના લીધે ઘણા બધા લોકો ગંભીર રીતે ઘાયલ થઈ જતા હોય છે જેથી કરીને શાળાની 400 જેટલી બળાઓએ શાળાએ આવતા જતા તેમજ પોતાના રહેઠાણ વિસ્તારમાંથી 64.327 કિલો જેટલા દોરા એકત્ર કર્યો હતો આ કામગીરી રસ્તે જતા લોકોને દોરાઓથી નુકસાન ન થાય તે માટે કરી હતી. અને એકત્ર કરેલા આ બધા દોરા માઁ જીવદયા ગ્રૂપ ને અર્પણ કરીને શાળાની નાની નાની બાળાઓએ માનવતાનું મહામુલું કાર્ય કરવા બદલ શાળા પરિવારે તેમજ પ્રિન્સિપાલ દિનેશભાઈ વડસોલા તેમજ માઁ જીવદયાના કાર્યકર્તાઓએ તમામ બાળાઓને ધન્યવાદ આપ્યા હતા.






Latest News