મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 2 શખ્સ પકડાયા મોરબીના બેલા ગામ પાસે કારખાનામાં ટેબલ ઉપરથી નીચે પડતાં ઇજા પામેલ 4 વર્ષની બાળકીનું સારવારમાં મોત અમદાવાદના યુવાને ધંધામાં આર્થિક સંકળામણ આવતા હળવદ નજીક કેનાલમાં ઝંપલાવીને કર્યો આપઘાત   મોરબીના રવાપર ગામે રહેતા યુવાનનું કેન્સરની બીમારી સબબ મોત દિવાળી સુધારી: મોરબી જિલ્લામાં 43 પોલીસ કોન્સટેબલને બઢતી પાકિસ્તાનથી આવેલા ૨૫ લોકોને મોરબીના કલેકટરે ભારતીય નાગરિકતાના પ્રમાણપત્ર એનાયત કર્યા મોરબીના કલેક્ટરે EVM વેરહાઉસની લીધી મુલાકાત યુક્રેનના ડિટેન્શન સેન્ટરમાં 13 મહિનાથી રાખવામાં આવેલ મોરબીના સાહિલ માજોઠીની માતા કાલે વ્હોટ્સ એપ કોલથી કરશે વાત
Breaking news
Morbi Today

ટંકારાના બંગાવડી ગામે ખેત મજૂર યુવાને ઝેરી દવા પી લેતા સારવારમાં મોત


SHARE









ટંકારાના બંગાવડી ગામે ખેત મજૂર યુવાને ઝેરી દવા પી લેતા સારવારમાં મોત

 

ટંકારાના બંગાવડી ગામે ખેત મજૂર યુવાને ઝેરી દવા પી લેતા સારવારમાં મોત નીપજ્યું હતું. યુવકના મોતના કારણે પરિવારમાં કલ્પાંત છવાયો હતો. મળતી માહિતી મુજબ, અનંત રાધેશ્યામ ઠાકુર (ઉંમર વર્ષ 25, રહે. બંગાવડી ગામ, પ્રફુલભાઈની વાડીએ, તાલુકો ટંકારા, જીલ્લો મોરબી) ગઈકાલે સાંજના પાંચ વાગ્યાં આસપાસ વાડીએ હતો ત્યારે ઝેરી દવા પી જતા તેને ટંકારા સરકારી હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બેભાન હાલતમાં દાખલ કરાયો હતો.

અત્રે સારવાર દરમ્યાન તેનું મોત નીપજ્યું હતું. પરિવારે જણાવ્યું કે, અનંત મૂળ મધ્યપ્રદેશનો વતની હતો. અહીં હજુ 15 દિવસ પહેલા જ આવ્યો હતો. તે 4 ભાઈ અને 1 બહેનમાં બીજા નંબરનો હતો. તે અપરણિત હતો અને ખેતી મજૂરી કરતો. પરિવારે જણાવ્યું કે, તે દારૂના નશામાં હતો ત્યારે ઝેરી દવા પી ગયો હતો. જોડિયા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. 




Latest News