સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

ટંકારાના સજનપર ગામની શાળામાં તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું


SHARE





ટંકારાના સજનપર ગામની શાળામાં તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું

ટંકારા તાલુકાની પી.એમ.શ્રી. સજનપર પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાનું પ્રાથમિક વિભાગનું બાળવૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું હતું. જી.સી.ઇ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન મોરબી માર્ગદર્શિત બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન બી.આર.સી. ભવન ટંકારા દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 29 કૃતિઓ રાખવામા આવી હતી અને તાલુકાની અન્ય શાળાઓના બાળકો, શિક્ષકો તેમજ ગ્રામજનોએ આ પ્રદર્શન નિહાળવાનો લાભ લીધો હતો. પ્રદર્શનનું ઉદ્દઘાટન મોરબી જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેનના પ્રતિનિધિ નથુભાઈ કડીવારની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું. અને આ તકે કૃતિઓ રજૂ કરનાર અને ભાગ લેનાર તમામ શાળાઓને શિલ્ડ તેમજ માર્ગદર્શક શિક્ષકોને અને બાળકોને પ્રમાણપત્ર અને શૈક્ષણિક કીટ આપીને પ્રોત્સાહિત કર્યા હત. આ પ્રદર્શનના આયોજન માટે ટંકારા તાલુકાના બી.આર.સી. કો-ઓર્ડીનેટર કલ્પેશભાઈ ફેફર અને સમગ્ર બી.આર.સી. ભવન ટીમ તેમજ સજનપર પ્રાથમિક શાળાના આચાર્ય અલ્પેશભાઈ પુજારા અને તમામ સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શૈલેષભાઈ સાણજા દ્વારા કરવામાં આવ્યું હતું.




Latest News