મોરબીમાં કચરમાંથી ગેસ બનાવવા 13 એકર જમીન ઉપર 146 કરોડના ખર્ચે બનશે આધુનિક પ્લાન્ટ: જયંતિભાઈ પડસુંબિયા મોરબીમાં જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૯૦ દર્દીઓએ લાભ લીધો ટંકારાના લજાઈ નજીક રોડ ક્રોસ કરતાં યુવાનને કાર ચાલકે હડફેટે લેતા માથામાં હેમરેજ તું મને ક્યાંય ભેગો થતો નહીં નહિતર તને જાનથી મારી નાખીશ: ટંકારામાં યુવાનને એક શખ્સે આપી ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 2 શખ્સ પકડાયા મોરબીના બેલા ગામ પાસે કારખાનામાં ટેબલ ઉપરથી નીચે પડતાં ઇજા પામેલ 4 વર્ષની બાળકીનું સારવારમાં મોત અમદાવાદના યુવાને ધંધામાં આર્થિક સંકળામણ આવતા હળવદ નજીક કેનાલમાં ઝંપલાવીને કર્યો આપઘાત   મોરબીના રવાપર ગામે રહેતા યુવાનનું કેન્સરની બીમારી સબબ મોત
Breaking news
Morbi Today

ટંકારાના જીવાપર પાસે કૂવામાં પડી જવાથી યુવાન-વીરપર નજીક તળાવમાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત


SHARE









ટંકારાના જીવાપર પાસે કૂવામાં પડી જવાથી યુવાન-વીરપર નજીક તળાવમાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત

ટંકારાના જીવાપર ગામે વાડી વિસ્તારમાં આવેલ કુવામાં પડી જવાથી અજાણ્યા યુવાનનું મોત નીપજયું હતું જ્યારે વીરપર અને લજાઈ વચ્ચે આવેલ તળાવમાં ડૂબી જવાના કારણે એક વૃદ્ધનું મોત નીપજ્યું છે આ બન્ને બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી મહાપાલિકાના ફાયર વિભાગને ટંકારાના જીવાપર ગામેથી સવારે 8:00 વાગ્યે કોલ આવ્યો હતો અને ત્યાં જીવાપર ગામથી 4 કિલો મીટર વાડી વિસ્તારમાં આવેલ 60 ફૂટ ઊંડા કૂવામાં કોઈ અજાણ્યો યુવાન પડી ગયેલ છે જેથી કરીને તાત્કાલિક ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી હતી અને કૂવામાં પડી ગયેલ યુવાનના મૃતદેહને કૂવામાંથી બહાર કાઢી હતી અને ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો આ બનાવની ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે કૂવામાં પડી જવાથી મૃત્યુ પામેલા વ્યક્તિની ઓળખ મેળવવા માટે થઈને તજવીજ હાથ ધરી હતી.

ટંકારાના વીરપર અને લજાઈ ગામ પાસે આવેલ તળાવમાં ડૂબી જવાના કારણે કનુભાઈ સીમલા ભુરીયા (60) નામના વૃદ્ધનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને ફાયરની ટીમે પાણીમાંથી બાહર કાઢ્યો હતો અને તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ લઈ ગયા હતા અને આ બનાવની પણ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઉપરાંત મોરબીના લાલપર ગામ પાસે આવેલ ડમ્પીંગ સાઈડમાં કચરાના ઢગલામાં આગ લાગી હતી જે બનાવની મહાપાલિકાના ફાયર વિભાગને જાણ કરતા ફાયરની ટીમે ત્યાં જઈને પાણીનો મારો કરીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ બનાવમાં કોઈ જાનહાનિ થયેલ નથી.




Latest News