મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

હળવદના મેરૂપર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત


SHARE













હળવદના મેરૂપર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મો

હળવદ તાલુકાના મેરૂપર ગામે વાડીએ રહીને મજૂરી કામ કરતા યુવાને કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે મોરબી સુધી લઈને આવ્યા હતા જો કે, સારવાર કારગત ન નીવડતા તે યુવાનનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે હળવદ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

હળવદ તાલુકાના મેરૂપર ગામે ઘરની ગનાભાઈની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા સંજયભાઈ કરસનભાઈ નાયક (24) નામના યુવાને કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યારબાદ મોરબીની સરકારી હોસ્પિટલ સુધી લઈને આવ્યા હતા જોકે, સારવાર કારગત ન નિવડતા તે યુવાનનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મારા મારીમાં ઇજા

મોરબીના ગ્રીન ચોક પાસે મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવની અંદર યાસીનશા આદમશા શાહમદાર (43), નફીસાબેન યાસિનશા શાહમદર (40) અને બિરાજશા શાહમદાર (34) નામના ત્રણ વ્યક્તિઓને જા થતાં તેઓને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

વૃદ્ધા સારવારમાં

મોરબીની વાવડી ચોકડી પાસે આવેલ ભોલાની વાડીમાં રહેતા દયાબેન નરસીભાઈ ડાભી (65) નામના વૃદ્ધા બાઈકમાં પાછળના ભાગે બેસીને વાવડી ચોકડી પાસે આવેલ સતનામ ગૌશાળા પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કરણસર બાઈકમાંથી પડી જતા અકસ્માત થયો હતો અને અકસ્માતના બનાવમાં ઇજા પામેલા વૃદ્ધાને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

બે શખ્સો સામે કાર્યવાહી

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ પશુ અતિક્રમણના ગુનામાં પોલીસ દ્વારા હાજીભાઈ ઉર્ફે ઇલ્યાસ જીવાભાઇ ખોરાણી (44) રહે. ભગવતીપરા ભગવતી હોલ પાસે અનમોલ પાર્ક રાજકોટ તથા હુસેન હસનભાઈ નોતીયાર (35) રહે. જારાજુમારા ગામ લખપત કચ્છ વાળાની સામે કાર્યવાહી કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News