મોરબીમાં  નમોવન ખાતે મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં વૃક્ષ, પ્રકૃતિ અને પર્યાવરણ પૂજનનો કાર્યક્રમ યોજાયો સેવા એજ સત્કર્મ: મોરબીના  રામ ચરિત મેડિકલ સેવા કેન્દ્ર દ્વારા પાટીદાર સમાજની દીકરોને મદદરૂપ થવા અનોખો મોરબીમાં રોશનીના પર્વ ઉપર સ્વચ્છતાના અજવાળા કરતા સફાઈ કર્મયોગીઓનું ડૉ. દેવેનભાઈ રબારીએ કર્યું વિશેષ સન્માન મોરબીના સુપ્રસિદ્ધ રામધન આશ્રમ ખાતે ભવ્ય અન્નકૂટ દર્શનનો કાર્યક્રમ યોજાયો મોરબીના ડાયમંડનગર (આ) ખાતે કાસુન્દ્રા પરિવાર દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ-અખંડ વિષ્ણુ યજ્ઞનું ભવ્ય આયોજન વાંકાનેરમાં જાહેરમાં જુગાર રમતા બે શખ્સો મળી આવ્યા મોરબી નજીકથી કતલખાને લઈ જવાતા 39 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા 8.56 લાખનો મુદ્દામાલ કબજે, એકની ધરપકડ મોરબીના બગથળા ગામે નકલંક દાદાના રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો ભક્તોએ દર્શન કરીને મહાપ્રસાદનો લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબી નજીક પોલીસ હેડ કવાર્ટર પાસે અકસ્માત થયેલ કારમાંથી દારૂનો જથ્થો ઝડપાયો: 5 લાખનો મુદામાલ કબ્જે


SHARE































મોરબી નજીક પોલીસ હેડ કવાર્ટર પાસે અકસ્માત થયેલ કારમાંથી દારૂનો જથ્થો ઝડપાયો: 5 લાખનો મુદામાલ કબ્જે

મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર મકનસર પાસેથી દારૂ ભરેલ કાર પસાર થઈ રહી હતી તેને રોકવા માટેનો પોલીસ પ્રયાસ કરતાં કાર ચાલકે કારને મારી મૂકી હતી અને ત્યાર બાદ પોલીસ હેડ કવાર્ટર પાસે કાર અકસ્માત થયેલ હાલતમાં મળી આવી હતી જેથી પોલીસે કારને ચેક કરી હતી ત્યારે તેમાંથી 500 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે 1 લાખની કિંમતનો દારૂ તથા 4 લાખ રૂપિયાની કાર આમ કુલ મળીને 5 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે અને કાર ચાલકની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે.

મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગ હતી ત્યારે મોરબી વાંકાનેર હાઇવે રોડ પરથી દારૂ ભરેલ બલેનો કાર પસાર થવાની છે તેવી બાતમી મળી હતી જેના આધારે મકાનસર ગામ પાસે પોલીસે વોચ રાખી હતી ત્યારે મળેલ હકીકત મુજબની કાર ત્યાંથી પસાર થતા બલેનો કાર નંબર જીજે 3 એનબી 5592 ને રોકવા માટેનો પોલીસ ઇસરો કર્યો હતો ત્યારે કાર ચાલકે કારને રોકી ન હતી અને કારને મોરબી બાજુ મારી મૂકી હતી જે કારનો પોલીસે પીછો કર્યો હતો તેવામાં કાર લઈને નાસી ગયેલા શખ્સની કારનો પોલીસ હેડ કવાર્ટર પાસે અકસ્માત થયો હતો અને કાર પાસે કોઈ હતું નહીં જેથી પોલીસે કારને ચેક કરી હતી ત્યારે તેમાંથી 500 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવતા 1 લાખ રૂપિયાની કિંમતનો દારૂ તથા 4 લાખની કિંમતની કાર આમ કુલ મળીને 5 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે અને કાર છોડીને નાસી છૂટેલા કાર ચાલક તેમજ તપાસમાં જેના નામ સામે આવે તેની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

6 બોટલ દારૂ સાથે આરોપી પકડાયો

મોરબીના ભડીયાદ રોડ ઉપર આવેલ ઉમિયાનગર વિસ્તારમાં રહેતા મહેશભાઈ સાવરીયાના રહેણાંક મકાનમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દારૂની છ બોટલ બળી આવી હતી જેથી પોલીસે 7,600 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારબાદ આરોપી મળી આવેલ ન હતો જો કે ત્યાર બાદ આરોપી મહેશભાઈ ધનજીભાઈ સાવરીયા રહે. ઉમિયાનગર ભડીયાદ મોરબી વાળાની ધરપકડ કરી પોલીસે આગળની કાર્યવાહી કરી હતી.












Latest News