મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

ફિટ ઇન્ડિયા, ફિટ મીડિયા: મોરબીમાં જિલ્લા માહિતી કચેરી દ્વારા મીડિયાકર્મીઓ માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો


SHARE







ફિટ ઇન્ડિયા, ફિટ મીડિયા: મોરબીમાં જિલ્લા માહિતી કચેરી દ્વારા મીડિયાકર્મીઓ માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો

મોરબીમાં સરકારની ફિટ ઈન્ડિયાની સંકલ્પના સાથે મોરબી જિલ્લા માહિતી કચેરી અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે  તથા પટેલ લેબોરેટરી અને વાત્સલ્યમ્ ના તંત્રીશ્રી પરેશભાઈ પારીઆના સહયોગથી મીડિયાકર્મીઓ માટે નિ:શુલ્ક આરોગ્ય તપાસનો માટેનો કેમ્પ યોજાયો હતો જેનો જિલ્લાના પત્રકારઓએ લાભ લીધો હતો. મીડિયાકર્મીઓની ચિંતા કરતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે  ફિટ ઇન્ડિયા ફિટ મીડિયાની નેમ સાથે ગત વર્ષથી સમગ્ર રાજ્યમાં વિવિધ જિલ્લાઓ ખાતે આવેલી માહિતી કચેરીઓના સહકારથી તેમજ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સહયોગથી પત્રકારઓ માટે વિવિધ પ્રકારના આરોગ્ય ટેસ્ટ થાય તે માટેનો શુભારંભ કરાવ્યો હતો. જે હિતલક્ષી ઉપક્રમના બીજા વર્ષે આ આયોજનના ભાગરૂપે મોરબીમાં વિશેષ નિ:શુલ્ક આરોગ્ય કેમ્પ યોજાયો છે. આ આરોગ્ય કેમ્પમાં મોરબી જિલ્લાના એક્રેડિટેશન કાર્ડ ધારકો, સવાર તેમજ સાંધ્ય દૈનિકના પ્રતિનિધિઓ/ તંત્રીઓ, વિવિધ રાષ્ટ્રીય, રાજ્ય, પ્રાદેશિક તેમજ જિલ્લાકક્ષાના ન્યુઝ ચેનલ અને ડિજિટલ મીડિયાનાના પ્રતિનિધિઓ, સાપ્તાહિક/ પાક્ષિકના તંત્રીઓ/પ્રતિનિધિઓ સહિતનાએ આ મેડિકલ ચેકઅપ કેમ્પનો લાભ લીધો હતો.




Latest News