મોરબીમાં કચરમાંથી ગેસ બનાવવા 13 એકર જમીન ઉપર 146 કરોડના ખર્ચે બનશે આધુનિક પ્લાન્ટ: જયંતિભાઈ પડસુંબિયા મોરબીમાં જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૯૦ દર્દીઓએ લાભ લીધો ટંકારાના લજાઈ નજીક રોડ ક્રોસ કરતાં યુવાનને કાર ચાલકે હડફેટે લેતા માથામાં હેમરેજ તું મને ક્યાંય ભેગો થતો નહીં નહિતર તને જાનથી મારી નાખીશ: ટંકારામાં યુવાનને એક શખ્સે આપી ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 2 શખ્સ પકડાયા મોરબીના બેલા ગામ પાસે કારખાનામાં ટેબલ ઉપરથી નીચે પડતાં ઇજા પામેલ 4 વર્ષની બાળકીનું સારવારમાં મોત અમદાવાદના યુવાને ધંધામાં આર્થિક સંકળામણ આવતા હળવદ નજીક કેનાલમાં ઝંપલાવીને કર્યો આપઘાત   મોરબીના રવાપર ગામે રહેતા યુવાનનું કેન્સરની બીમારી સબબ મોત
Breaking news
Morbi Today

વાંકાનેરની ઢુવા ચોકડી ઓવરબ્રિજ પાસે કાર ચાલકે રીક્ષાને પાછળથી ટક્કર મારતા સર્જાયેલ અકસ્માતમાં યુવાનનું મોત


SHARE









વાંકાનેરની ઢુવા ચોકડી ઓવરબ્રિજ પાસે કાર ચાલકે રીક્ષાને પાછળથી ટક્કર મારતા સર્જાયેલ અકસ્માતમાં યુવાનનું મોત

વાંકાનેર મોરબી નેશનલ હાઈવે રોડ ઉપર ઢુવા ઓવર બ્રિજ ઉતરતા મોરબી તરફ આવી રહેલ અતુલ શક્તિ રીક્ષાને કાર ચાલકે પાછળથી ટક્કર મારી હતી જેથી રીક્ષા પલટી મારી ગઈ હતી અને આ બનાવમાં રીક્ષા ચાલક યુવાનને માથામાં અને શરીરે ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજયું હતું અને અકસ્માત સર્જીને કાર ચાલક સ્થળ ઉપરથી તેની કાર લઈને નાસી ગયેલ હોય હાલમાં મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીના મકનસર ગામે આવેલ વાદી વસાહત પાસે રહેતા જીવરાજભાઈ દેવશીભાઈ પરમાર (31)એ  કાર નંબર જીજે 36 એજે 9792 ના ચાલક સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે, વાંકાનેરથી મોરબી તરફ આવવાના નેશનલ હાઈવે રોડ ઉપર ઢુવા ચોકડીએ ઓવરબ્રિજ ઉતરતા તેમનો ભાઈ ધરમશીભાઈ દેવશીભાઇ પરમાર (40) તેની અતુલ શક્તિ રીક્ષા નંબર જીજે 3 એવી 0771 લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે રિક્ષામાં તેની સાથે તેનો દીકરો સંજય (14) પણ બેઠેલ હતો ત્યારે કાર ચાલકે બેફિકરાઈથી પોતાનું વાહન ચલાવીને ફરિયાદીના ભાઈની રીક્ષાને પાછળથી ઠોકર મારી હતી જેથી રીક્ષા પલટી મારી જતા અકસ્માત થયો હતો અને આ બનાવમાં ફરિયાદીના ભાઈ ધરમશીભાઈને માથામાં અને શરીરે ગંભીર ઇજા થતાં તેનું મોત નીપજયું હતું જો કે, ફરિયાદીના ભત્રીજાને નાના મોટી ઇજાઓ થયેલ હતી. આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News