મોરબીમાં સમસ્ત હિન્દુ સેવા ગ્રુપ ગુજરાત દ્વારા સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન મોરબીમાં રબારી અને ભરવાડ સમાજની સભામાં શિક્ષણ, સંગઠન અને રાજકારણ ઉપર ભાર મુક્તા આગેવાનો મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજીના નવરંગ માંડવાનું આયોજન:  ચૈત્રી નવરાત્રી નિમિતે રાસ ગરબાનું આયોજન હળવદના રાયસંગપર-મયુરનગર વચ્ચે નજીવી વાતમાં યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે મારમાર્યો મોરબીનો સિરામિક ઉદ્યોગ યુએસ સહિતના દેશોમાં એક્સપોર્ટ માર્કેટ ગુમાવે તેવા તેવા સંકેત, કન્ટેનરના ડેમરેજ-સરચાર્જ સામે એક્સપોર્ટરો માટે રાહતના સમાચાર સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ
Breaking news
Morbi Today

હળવદનાં ચરાડવા ગામે રાજનગરના મકાનમાંથી દારૂ-બીયર સાથે એક ઝડપાયો


SHARE











હળવદનાં ચરાડવા ગામે રાજનગરના મકાનમાંથી દારૂ-બીયર સાથે એક ઝડપાયો

હળવદ તાલુકાનાં ચરાડવા ગામના રાજનગરના આવેલ મકાનમાં પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાંથી દારૂ બિયરનો જથ્થા સાથે એક શખ્સ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે તેની સામે ગુનો નોંધીને હાલમાં કુલ મળીને ૬૫૦૦ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ ચરાડવા ગામના રહેણાંક મકાનમાં દારૂ બિયરનો જથ્થો હોવાની બાતમી એલસીબીની ટીમે મળી હતી જેના આધારે એલસીબીની ટીમ દ્વારા ચરાડવા ગામના રાજનગરની અંદર રહેતા કલ્પેશ મુકેશભાઈ વિસાણી જાતે બારોટનો (૩૧) ના મકાનની અંદર દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે તેના ઘરની અંદરથી દારૂની ૬ બોટલો તેમજ બિયરના ૪૭ ટીન મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ૬૫૦૦ રૂપિયાની કિંમતનો દારૃ બિયરનો જથ્થો કબજે કરીને કલ્પેશ મુકેશભાઈની ધરપકડ કરેલ છે અને આ આરોપી પાસે દારૃ અને બિયરનો જથ્થો ક્યાંથી આવ્યો હતો તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે

દેશી દારૂનો આથો

માળીયા તાલુકાના નવાગામના તળાવની પાછળના ભાગમાં બાવળની ઝાડીઓમાં પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૬૦૦ લીટર આથો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૧૨૦૦ રૂપિયાની કિંમતના આથાને કબજે કરેલ છે અને ત્યાંથી યુનુસભાઇ અબ્દુલભાઇ જેડા જાતે મિંયાણા (ઉંમર ૩૬) રહે. નવાગામ વાળાની ધરપકડ કરવામાં આવેલ છે

૧૦૦ લિટર દારૂ

મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ સીટી સીરામીક પાસે બાવળની ઝાડીમાં પોલીસ દ્વારા દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી ૧૦૦ લીટર દેશી દારૂના જથ્થા સાથે જીવરાજભાઈ જગાભાઈ ડાભી રહે. મોરબી વીશીપરા બીલાલી મસ્જીદની બાજુમાં પ્રજાપતી નળીયાના કારખાનાની સામે મુળ રહે. જસદણ વાસ્તુપરા શેરી નંબર-૧૭ વાળાની ધરપકડ કરવામાં આવી છે અને તેણે આ દારૂનો જથ્થો મોરબીના વીસીપરામાં રહેતા ધર્મેન્દ્રભાઈ જગદીશભાઈ મેરની પાસેથી દારૂ લીધો હોવાનું સામે આવ્યું હતું જેથી  પોલીસે હાલમાં જીવરાજભાઈ ડાભીની ધરપકડ કરેલ છે અને બીજા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવેલ છે.

એક બોટલ દારૂ

વાંકાનેરમાં ધમલપર ફાટક પાસેથી પસાર થઈ રહેલા યુવાનને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી પોલીસે ત્રણ સો રૂપિયાની કિંમતની દારૂની બોટલ કબજે કરી રવિભાઈ શંકરભાઈ કાંજીયા જાતે કોળી (ઉંમર ૨૫) રહે. ધમલપર શેરી નંબર-૨ વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસે દારૂની બોટલ ક્યાંથી આવી હતી તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવે છે.






Latest News