મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

માળીયા (મી) નજીકથી દેશી બનાવટના એક તમંચા સાથે એક શખ્સ પકડાયો


SHARE







માળીયા (મી) નજીકથી દેશી બનાવટના એક તમંચા સાથે એક શખ્સ પકડાયો

માળીયા મીયાણાની ભીમસર ચોકડી પાસેથી એક શખ્સ પસાર થઈ રહ્યો હતો જેને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દેશી બનાવટનો એક તમંચો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે 5000 રૂપિયાની કિંમતનું હથિયાર કબજે કર્યું હતું અને માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ માળિયા તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ કે.કે.દરબારની સુચના મુજબ સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે તેવામાં માળીયા મીયાણા તાલુકાની ભીમસર ચોકડી પાસેથી પસાર થઈ રહેલ શખ્સ પાસે હથિયાર હોવાની બાતમી મળી હતી જેથી પોલીસ દ્વારા ત્યાં વોચ રાખવામાં આવી હતી અને ત્યારે ભીમસર ચોકડીથી મોરબી તરફના રોડ ઉપર પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા તેને ચેક કરવામાં આવેલ હતો ત્યારે તેની પાસેથી દેશી બનાવટનો એક તમંચો મળી આવેલ હતો જેથી પોલીસે 5000 રૂપિયાની કિંમતનું હથિયાર કબજે કર્યું હતું અને આરોપી નરેશાજી જીલાજી મુલાડીયા (29) રહે. હાલ તુલસી પાર્ક સનાળા બાયપાસ રોડ મોરબી મૂળ રહે. ફતેગંજ તાલુકો શંખેશ્વર જિલ્લો પાટણ વાળાની ધરપકડ કરે છે અને આરોપી સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News