મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

હળવદનાં સરંભડામાં માલીકીની જમીન ઉપર દબાણ કરનાર સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાયો


SHARE







હળવદનાં સરંભડામાં માલીકીની જમીન ઉપર દબાણ કરનાર સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાયો


મુળી તાલુકાનાં રાણીપાટ વાડીએ રહેતા આધેડની હળવદ તાલુકાનાં સરંભડા ગામે માલીકીની જમીન આવેલ છે તેના ઉપર છેલ્લા સાતેક વર્ષ પહેલાથી સરંભડા ગામના એક શખ્સ દ્વારા ગેરકાયદે દબાણ કરી લેવાં આવેલ છે જેથી કરીને હાલમાં આધેડ દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવમાં આવતા પોલીસે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મુળી તાલુકાનાં રાણીપાટ વાડીએ રહેતા પ્રભુભાઇ ધમાભાઇ બાવળીયા જાતે કોળી (ઉ.૫૫)એ હાલમાં કુકાભાઇ ધારાભાઇ ભરવાડ રહે. સરંભડા તાલુકો હળવદ વાળની સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, આજથી સાતેક વર્ષ પહેલાથી આજદીન સુધી ફરીયાદીની માલીકીની સરંભડા ગામના સર્વ નં. ૮૧ ક્ષેત્રફળ ૧-૩૭-૫૯ હે. આરે વાળી જમીન પર ગેર કાયદેસર આરોપી દ્વારા કબજો કરી લેવામાં આવેલ છે અને આ જમીન પર આજદિન સુધી ગેરકાયદેસર કબજો ચાલુ રાખી જમીન પચાવી પાડી છે જેથી કરીને આધેડની ફરિયાદ લઈને પોલીસે હાલમાં ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ-૨૦૨૦ની કલમ-૩, ૪(૧)(૩), ૫(ગ) મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે

ત્રણ બોટલ દારૂ

મોરબીના આયોધ્યાપુરી રોડ ઉપર આવેલા આસ્વાદ પાન વાળી શેરી પાસેથી પસાર થતાં યુવાનને રોકીને પોલીસ ચેક કરતા તેની પાસેથી ત્રણ બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૯૦૦ રૂપિયાની કિંમતનો દારૃ કબજે કરીને સીરાજભાઇ ઉમરભાઇ ખોખર જાતે સીપાઇ (ઉ.૧૯) રહે. મહેનદ્રપરા શેરી નં-૨૦ મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસે દારૂની બોટલો મળી આવી હતી તે દિશામાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે

બીયર સાથે પકડાયો

નવલખી પોર્ટ તરફ જવાના રસ્તા ઉપર આવતા જુમાવાડી પાસે ઉભેલી સ્કીફ્ટ કાર નંબર જીજે ૩૬ એલ ૪૭૪૬ ને ચેક કરતા તેમાંથી બે બીયરના ટીન મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે દોઢ લાખ રૂપિયાની કિંમતની કાર તેમજ ૨૦૦ રૂપિયાની કિંમતનો બીયર કબજે કરીને ઈકબાલભાઈ હાજીભાઇ મોવાર જાતે મિયાણા (ઉમર ૨૫) રહે ખીરાઈ વાળાની ધરપકડ કરી છે






Latest News