મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી શહેર પ્રાથમિક શિક્ષક શરાફી સહકારી મંડળી લી. ના પ્રમુખ પદે સંદીપ આદ્રોજા-ઉપપ્રમુખ પદે અરવિંદ કાવરની બિન હરીફ સર્વાનુમતે વરણી


SHARE







મોરબી શહેર પ્રાથમિક શિક્ષક શરાફી સહકારી મંડળી લી. ના પ્રમુખ પદે સંદીપ આદ્રોજા-ઉપપ્રમુખ પદે અરવિંદ કાવરની બિન હરીફ સર્વાનુમતે વરણી

મોરબી શહેર પ્રાથમિક શિક્ષક શરાફી મંડળી લી.ની તાજેતરમાં ચૂંટણી યોજાયેલ હતી. આ ચૂંટણીમાં સહકાર પેનલનો ઝળહળતો વિજય થયેલ હતો અને નવા કારોબારી સભ્યો ચૂંટાઈ આવતા આજરોજ ચૂંટણી અધિકારીના અધ્યક્ષ સ્થાને મંડળીની ખાસ સાધારણ સભા મળેલ હતી. આ સાધારણ સભાએ ચૂંટાયેલા અને બિનહરીફ થયેલા નવનિયુક્ત પ્રતિનિધિઓને નિયમોનુસાર કારોબારી સભ્યો તરીકે બહાલી આપેલ છે.

ત્યારબાદ  મંડળીના કાર્યાલય ખાતે મળેલ નવનિયુક્ત કારોબારી સભ્યોની બેઠકમાં મોરબી શહેર પ્રાથમિક શિક્ષક શરાફી મંડળી લી.ના પ્રમુખ પદે સંદીપ આદ્રોજા તેમજ ઉપપ્રમુખ પદે અરવિંદ કાવરની સર્વાનુમતે વરણી કરવામાં આવેલ હતી. મંડળીને સમૃદ્ધિ અને વિકાસપથ પર લઈ જવા માટે સત્તત પ્રયત્નશીલ રહી પરીણામલક્ષી કામગીરી માટે નવનિયુક્ત પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ સૌ કારોબારી સદસ્યઓને મંડળીના સૌ સભાસદ શિક્ષક ભાઈઓ બહેનોએ તેમજ મોરબી શહેર પ્રાથમિક શિક્ષક પરિવારે શુભેચ્છાઓ પાઠવેલ છે.




Latest News