મોરબી સામાકાંઠે ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા પરિવારની યુવતી ગુમ હળવદના જુના દેવળીયા ગામે ભાજપની પ્રવેશબંધીનું ગામના ખેડૂતોએ વાજતે ગાજતે લગાવ્યું બેનર મોરબી નજીક આવેલ સિરામિક સીટીમાંથી કોલેજ જવાનુ કહીને નીકળેલ યુવતી ગુમ મોરબી અને હળવદમાં જુગારની જુદીજુદી 2 રેડમાં 6 શખ્સ પકડાયા ટંકારાના વીરવાવ (ગણેશપર) ગામે મહિલાની માલિકીની જમીન ઉપર દબાણ કરનારા શખ્સની લેન્ડ ગ્રેબિંગના ગુનામાં ધરપકડ ઘોર કળયુગ: મોરબીમાં મકાન નામે કરી આપવાની ના પાડતી માતાને પુત્ર-પુત્રવધૂએ માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી મોરબીના પંચાસર રોડે બાઇક સ્લીપ થતા ઇજા પામેલા વૃદ્ધનું  સારવારમાં મોત વાંકાનેરના ગુંદાખડા ગામે રેતી ભરેલા ટ્રક ઉપર ચડીને કામ કરતા યુવાનને ઇલેક્ટ્રીક શોટ લાગતા મોત
Breaking news
Morbi Today

મોરબીના આઈટીઆઈ ખાતે તાલુકા કક્ષાનો ભરતી મેળો યોજાશે


SHARE







મોરબીના આઈટીઆઈ ખાતે તાલુકા કક્ષાનો ભરતી મેળો યોજાશે

મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાની રોજગાર વિનિમય કચેરીઓ દ્વારા સંયુક્ત રીતે આગામી તા.૦૧-૦૯-૨૦૨૫ ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે આઈ.ટી.આઈ. મહેન્દ્રનગર ખાતે મોરબી ક્લસ્ટર કક્ષાના મેગા ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ આયોજન અનિવાર્ય સંજોગોના કારણે રદ કરવામાં આવ્યું છે. જેના બદલે નિયત સ્થળ અને સમયે તા.૦૧-૦૯-૨૦૨૫ ના રોજ મોરબી તાલુકા કક્ષાનાં ઔદ્યોગિક ભરતીમેળો યોજાશે.

આ ભરતી મેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે. ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક, નોનમેટ્રીક/ એસએસસી/ એચએસસી/ આઇટીઆઇ/ સ્નાતક વગેરેની લાયકાત ધરાવતા તથા ૧૮થી ૩૫ વર્ષની વયજૂથમાં સમાવિષ્ટ ઉમેદવારો ભરતી મેળામાં ઉપસ્થિત રહી શકશે. આ ઉમેદવારોએ તેમના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ, આધારકાર્ડ, બાયોડાટા વગેરે જરૂરી સાધનિક કાગળો સાથે સ્વખર્ચે ભરતીના સ્થળે, નિયત સમયે અને તારીખે અચુક ઉપસ્થિત રહેવું. આ ભરતી મેળામાં રોજગાર વિનિમય કચેરી ખાતે નામ નોંધણી નહીં કરાવેલ ઉમેદવારો પણ હાજર રહી શકશે તેમ મોરબી જિલ્લા રોજગાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.






Latest News