મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં નાબાર્ડના નવા કાર્યાલયનો શુભારંભ


SHARE







મોરબી જિલ્લામાં નાબાર્ડના નવા કાર્યાલયનો શુભારંભ

મોરબી જિલ્લામાં વિકાસની જરૂરિયાતો અને  સરકારની પ્રાથમિકતાઓને ધ્યાનમાં રાખી નાબાર્ડ - રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામિણ વિકાસ બેંકના જિલ્લા વિકાસ મેનેજર (ડીડીએમ)ના નવા કાર્યાલયનો મોરબીમાં શનાળા રોડ પર શુભારંભ કરવામાં આવ્યો છે. ત્યારે નાબાર્ડ ના ડીએમડી એ.કે. સૂદએ જણાવ્યું હતું કે, નિશ્ચિત વિસ્તારોમાં નવા કાર્યાલયો ખોલવાથી નાબાર્ડ કૃષિ અને ગ્રામ વિકાસના ક્ષેત્રમાં નવીન આયામો હાંસલ કરવા સક્ષમ બનશે. અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબી જિલ્લો નાબાર્ડની કામગીરીમાં અગાઉ સુરેન્દ્રનગર જિલ્લા સાથે જોડાયેલ હતો. તાજેતરમાં નાબાર્ડના ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર ડો. એ.કે. સૂદએ સમગ્ર દેશમાં ૫૪ નવા કાર્યાલયોનો શુભારંભ કરાવ્યો હતો, જેમાં મોરબીનો સમાવેશ થાય છે. પ્રસંગે નાબાર્ડના ડીએમડી જી.એસ. રાવત, નાબાર્ડ, મુખ્ય કાર્યાલય અને ક્ષેત્રિય કાર્યાલયના વરિષ્ઠ અધિકારીઓઓ, નવા ખોલાયેલ કાર્યાલયના ડીડીએમ, સરકારી અધિકારીઓ, બેન્કના અધિકારઓ અને એનજીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.






Latest News