મોરબીના જાંબુડીયા પાસે બોલેરો હડફેટે ઈજાગ્રસ્ત મહિલા સારવારમાં મોરબીના આમરણ ચોવીસી વિસ્તારને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ ખેલ પાડી દીધો !: મોરબી જિલ્લા પંચાયતમાં ભાજપના 17 સભ્યો 5.97 કરોડના વિકાસ કામ લઈ ગયા, કોંગ્રેસનાં 7 સભ્યોના 1.93 કરોડના કામો નામંજૂર ! મોરબીની હિરાપર પ્રાથમિક શાળામાં પરીક્ષા બાદના નવરાશના દિવસો બન્યા સર્જનાત્મકતાના ઉત્સવ સમાન મોરબી વૃધ્ધાશ્રમના વડીલોને મીઠા મોઢા કરાવી દિપાવલીની શુભેચ્છા પાઠવતા મહિલા પીઆઇ  એમ.બી.મીસ્ત્રી મોરબીના રંગપર ગામ નજીક અક્સમાતના બનાવમાં આધેડનું ઘટના સ્થળે જ મોત મોરબીમાંથી 4 બોટલ દારૂ સાથે 2 શખ્સ પકડાયા મોરબીના ખાખરાળા ગામે ઊંચાઈ ઉપરથી નીચે પટકાતાં ઇજા પામેલ બાળક રાજકોટ સારવારમાં
Breaking news
Morbi Today

હળવદના શીવપુર ગામે જુગાર રમતા 7 શખ્સો 1.02 લાખની રોકડ સાથે પકડાયા


SHARE









હળવદના શીવપુર ગામે જુગાર રમતા 7 શખ્સો 1.02 લાખની રોકડ સાથે પકડાયા

હળવદ તાલુકાના શીવપુર ગામની સીમમાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી 7 શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે રોકડા રૂપિયા 1,02,800 કબ્જે કરેલ છે અને હળવદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

હળવદ તાલુકા પીઆઇ આર.ટી.વ્યાસની સુચના મુજબ સ્ટાફ કામ કરી રહ્યો છે તેવામાં દિવ્યરાજસિંહ જાડેજા તથા વનરાજસિંહ રાઠોડને મળેલ સંયુક્ત બાતમી આધારે શીવપુર ગામે જુગારની રેડ કરી હતી ત્યારે આરોપી જયેશભાઇ હરજીવનભાઈ ધોરીયાણી રહે રોયલ પાર્ક મહેન્દ્રનગર, કનકસિંહ ઉર્ફે કનુભા ચંદુભા જાડેજા રહે. ગુજરાત હાઉસીંગ બોર્ડ સામેકાંઠે મોરબી, અમરશીભાઇ વિરજીભાઇ બારીયા રહે. ગ્રીન પાર્ક ઉમાવિલેજ સામે મોરબી, રસીકભાઇ બેચરભાઇ કાલરીયા રહે. ઉમા વિલેજ સામે મોરબી, ચંદુભાઇ હરખજીભાઈ જેઠલોજા રહે. શીવપુર, લાભુભાઇ રૂગનાથભાઇ દેત્રોજા રહે. મહેન્દ્રનગર, વજાભાઇ બાવલભાઈ ચૌહાણ રહે. શીવપુર વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી રોકડા રૂપિયા 1,02,800 કબ્જે કરેલ છે અને હળવદ તાલુકા પોલીસ સ્ટેશને જુગારનો ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.

વાહનમાં નુકશાન

હળવદ તાલુકાના માથક ગામે દરબારગઢ વિસ્તારમાં રહેતા ધર્મેન્દ્રસિંહ લક્ષ્મણસિંહ ઝાલા (49)એ ટ્રક નંબર જીજે 13 એએક્સ 8331ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે કે પોતે પોતાની કાર નંબર જીજે 3 ઇએલ 1575 લઈને માથક થી મોરબી વેજીટેબલ રોડ ઉપર કામ સબબ આવી રહ્યા હતા દરમિયાન ઘૂટું ગામ નજીક ટ્રકના ચાલકે પોતાનું વાહન ફરિયાદીની કારમાં અથડાવ્યું હતું જેથી ફરિયાદીની કારમા ડ્રાઇવર સાઈડના પાછળના દરવાજામાં નુકસાની થઈ હતી જેથી ભોગ બનેલા યુવાને નોંધવાલે ફરિયાદ આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News