મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ
Breaking news
Morbi Today

મોરબીના ગ્રામ્ય દીકરી સાથે દુષ્કર્મ આચારનારા સાવકા બાપની માતાએ કરી નાખી હત્યા: જુદાજુદા બે ગુના નોંધાયા


SHARE











મોરબીના ગ્રામ્ય દીકરી સાથે દુષ્કર્મ આચારનારા સાવકા બાપની માતાએ કરી નાખી હત્યા: જુદાજુદા બે ગુના નોંધાયા

મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં યુવતી સાથે તેના સાવકા બાપે દુષ્કર્મ આચર્યું હતું જેથી કરીને યુવતીની માતાએ દીકરી સાથે દુષ્કર્મ આચારનાર સાવકા બાપને છાતીના ભાગે પાટા મારીને તેની હત્યા કરી નાખી હતી જેથી કરીને પોલીસે મૃતક સાવકા બાપની સામે દુષ્કર્મનો ગુનો નોંધ્યો હતો હતો જયારે ભોગ બનેલ યુવતીની માતાની સામે તેના પતિની હત્યાનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે.

મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પરિવારની યુવતી સાથે તેના સાવકા બાપ દ્વારા દુષ્કર્મ કરવામાં આવ્યું હતું જેની જાણ તે યુવતીની માતાને થઈ ગયેલ હતી જેથી કરીને યુવતી સાથે દુષ્કર્મ આચારનાર તેના સાવકા બાપને યુવતીની માતાએ છાતીના ભાગે પાટા મારીને ગંભીર ઇજા કરી હતી જેથી કરીને તેનું મોત નીપજયું હતું જેથી કરીને આ ચકચારી બનાવમાં પોલીસે જુદાજુદા બે ગુના નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

હાલમાં તાલુકા પોલીસ સ્ટેશનેથી મળતી માહિતી મુજબ યુવતી સાથે તેના મૃતક સાવકા બાપ દ્વારા દુષ્કર્મ કરવામાં આવ્યું હતું જેથી કરીને મૃતકા સાવકા બાપની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે દુષ્કર્મનો ગુનો નોંધવામાં આવેલ છે જો કે, ભોગ બનેલ યુવતીની માતાએ સાવકા બાપની હત્યા કરેલ છે જેથી મૃતક આધેડના પરિવારજનની ફરિયાદ લઈને મહિલાની સામે હત્યાનો ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે. આ અંગેની આગળની તપાસ તાલુકાનાં પીઆઈ એસ.કે. ચારેલ સહિતની ટીમ કરી રહી છે.

અત્રે ઉલ્લેખની છે કે, જે યુવતી સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું છે તેની માતાના પહેલા જેની સાથે લગ્ન થયા હતા તેનું સંતાન દીકરી તે પોતાની સાથે લઈને આવી હતી અને પહેલા તે બીજા વ્યક્તિની સાથે રહેતી હતી જો કે, છેલ્લા 15 વર્ષથી ભોગ બનેલ યુવતી અને તેની માતા મૃતકની સાથે જ રહેતા હતા. અને દુષ્કર્મ તેમજ હત્યાના આ બનાવમાં સાવકા બાપનું મોત નીપજયું છે અને માતા આરોપી બનેલ છે જેથી દીકરીનું હવે શું થશે તે સવાલ ઊભો થયો છે.






Latest News