મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

વાંકાનેરના ઢુવા પાસે વીસનાલા નજીક બાવળની કાંટમાં અજાણ્યા વૃદ્ધે ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત


SHARE







વાંકાનેરના ઢુવા પાસે વીસનાલા નજીક બાવળની કાંટમાં અજાણ્યા વૃદ્ધે ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત

વાંકાનેર તાલુકાના ઢુવા ગામની સીમમાં વીસનાલા નજીક આવેલ સુરાપુરાના મંદિર પાસે બાવળની કાટમાં કોઈ અજાણ્યા 60 થી 65 વર્ષના વૃદ્ધે પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેને હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ ઢુવા ગામની સીમમાં વિસનાલા પાસે ઝાલા ઇન્દ્રજીતસિંહ અજીતસિંહની વાડીમાં આવેલ ભરવાડના સુરાપુરાના મંદિર પાસે બાવળની કાંટમાં કોઈ અજાણ્યા 60 થી 65 વર્ષના વૃદ્ધે કોઈપણ કારણોસર પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું ઘટના સ્થળે મોત નીપજયું હતું ત્યારબાદ મૃતક વૃદ્ધના મૃતદેહને હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની રૂપસિંગભાઈ પરથીભાઇ ચૌહાણ (42) રહે. જુના ઢુવા ગામ વાંકાનેર વાળાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરીને મૃતકની ઓળખ મેળવવા માટે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

વરલી જુગાર

મોરબીમાં ગાંધી ચોક પાસે વરલી જુગારના આંકડા લેતા હોવાની હકીકત આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી આરીફ મુસ્તાકભાઈ (44) રહે. મકરાણીવાસ સબજેલ પાછળ મોરબી વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હોય પોલીસે 350 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે

વરલી જુગાર

વાંકાનેર તાલુકાના માટેલ નજીક અમરધામ રોડ ઉપર રોજવુડ કારખાના પાસે જાહેરમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હતા ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દિલીપભાઈ કાંતિલાલ મહેતા (37) રહે. અમરધામ પાસે માટેલ વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હોય પોલીસે 330 ની રોકડ કબ્જે કરીને તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News