મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ અને ડીડીઓની હાજરીમાં તિરંગા યાત્રા યોજાઈ મોરબી જિલ્લા પંચાયતમાં 6 વર્ષ પહેલા મંજૂર કરાયેલ 8 કામ ન કરવામાં આવતા અંતે રદ્દ કરાયા ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત
Breaking news
Morbi Today

હળવદના નવા સુંદરગઢ ગામે રહેતા યુવાને પ્રેમલગ્ન કરતાં યુવતીના કાકા સહિતના ચાર શખ્સોએ યુવાનના ભાઇનું અપહરણ કરીને મારમાર્યો


SHARE







હળવદના નવા સુંદરગઢ ગામે રહેતા યુવાને પ્રેમલગ્ન કરતાં યુવતીના કાકા સહિતના ચાર શખ્સોએ યુવાનના ભાઇનું અપહરણ કરીને મારમાર્યો

હળવદના નવા સુંદરગઢ ગામે રહેતા યુવાનના ભાઈએ પ્રેમ લગ્ન કર્યા છે તે બાબતનો ખાર રાખીને યુવતીના કાકા સહિત કુલ ચાર શખ્સો યુવાનના ઘરે આવ્યા હતા અને ત્યાં પ્રેમ લગ્ન કરનારા યુવાનના ભાઈને જેમ ફાવે તેમ ગાળો આપવામાં આવી હતી અને ધોકા વડે માર મારવામાં આવ્યો હતો ત્યાર બાદ તેનું ટાવેરા ગાડીમાં અપહરણ કરીને લઈ ગયા હતા અને મોરબીમાં કોઈ અજાણી જગ્યાએ તેને ધોકા વડે ચારેય શખ્સોએ મારમાર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ નવા સુંદરગઢ ગામે રહેતા માંડણભાઇ બેચરભાઇ ખાંભડીયા (30)એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રાકેશભાઈ લધુભાઇ મોરવાડીયા રહે. ફૂલછાબ સોસાયટી મોરબી, શૈલેષભાઈ મહાદેવભાઇ માલાસણા રહે. ફૂલછાબ સોસાયટી મોરબી, સંદીપભાઈ ભુપતભાઈ અગેચાણીયા અને નિલેશભાઈ સવજીભાઈ અગેચાણીયા રહે. બંને કુંભાર વાડો વીસીપરા મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે. જેમાં જણાવ્યું છે કે, તેઓના નાનાભાઈ વિષ્ણુભાઈએ રાકેશભાઈ મોરવાડિયાની ભત્રીજી સપના સાથે પ્રેમ સંબંધ હોય બંનેએ પ્રેમલગ્ન કરેલ છે જે બાબતનો ખા રાખીને ચારે આરોપીઓ તેના ઘર પાસે આવ્યા હતા અને ત્યાં ફરિયાદીને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને બાદમાં રાકેશભાઈ, સંદીપભાઈ અને નિલેશભાઈએ ફરિયાદી યુવાનને પકડી રાખતા શૈલેષભાઈએ તેના હાથમાં રહેલ લાકડાના ધોકા વડે ફરિયાદી યુવાનને કપાળ અને શરીર ઉપર મારમાર્યો હતો ત્યારબાદ ચારેય શખ્સો દ્વારા ફરિયાદીને ટિંગાટોળી કરીને વેરા ગાડી નંબર જીજે ઇસી 4369 માં અપહરણ કરીને મોરબીમાં કોઈ અજાણી જગ્યાએ લઈ ગયા હતા અને ત્યાં ગાડીમાંથી નીચે ઉતારીને ચારેય શખ્સો દ્વારા યુવાનને વારાફરતી લાકડાના ધોકા વડે મારમાર્યો હતો અને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે અપહરણ, ધમકી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News