સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

ટંકારાના મીતાણા પાસે વાડીએ ખુલ્લા કમ્પાઉન્ડમાં સૂતેલા યુવાન ઉપર ત્રણ અજાણ્યા શખ્સનો હુમલો


SHARE





ટંકારાના મીતાણા પાસે વાડીએ ખુલ્લા કમ્પાઉન્ડમાં સૂતેલા યુવાન ઉપર ત્રણ અજાણ્યા શખ્સનો હુમલો

ટંકારાના મીતાણા ગામે ડેમ પાસે આવેલ વાડીએ રાત્રીના સમયે ખુલ્લા કમ્પાઉન્ડમાં યુવાન સૂતો હતો દરમિયાન અજાણ્યા ત્રણ શખ્સો ત્યાં આવ્યા હતા અને યુવાનને શરીરે ઢીકાપાટુનો તથા માથામાં કોઈ લોખંડની વસ્તુ વડે માર મારીને ઇજા કરવામાં આવી હતી જેથી ઈજા પામેલા યુવાનને સારવારમાં લઈને આવ્યા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા ત્રણ શખ્સની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના મીતાણા ગામે હાકડીયા પીરની દરગાહ પાસે આવેલ વાડીએ રહેતા અને ખેતી કામ કરતા અમિતભાઈ રહીમભાઈ ઠેબા (30)એ હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે તેઓ પોતાની વાડીએ આવેલ ઘરની બાજુમાં ખુલ્લા કમ્પાઉન્ડમાં રાત્રી દરમિયાન સુતા હતા ત્યારે ગત તા. 12/ના રોજ રાત્રિના બે વાગ્યાના અરસામાં અજાણ્યા ત્રણ શખ્સો ત્યાં આવ્યા હતા અને કોઈપણ કારણોસર યુવાનને ઢિકાપાટુનો માર માર્યો હતો તેમજ માથામાં કોઈ લોખંડની વસ્તુ વડે મારમારીને ઇજા કરવામાં આવી હતી જેથી ઇજા પામેલ યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા ત્રણ શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News