મોરબીના જાંબુડીયા પાસે બોલેરો હડફેટે ઈજાગ્રસ્ત મહિલા સારવારમાં મોરબીના આમરણ ચોવીસી વિસ્તારને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ ખેલ પાડી દીધો !: મોરબી જિલ્લા પંચાયતમાં ભાજપના 17 સભ્યો 5.97 કરોડના વિકાસ કામ લઈ ગયા, કોંગ્રેસનાં 7 સભ્યોના 1.93 કરોડના કામો નામંજૂર ! મોરબીની હિરાપર પ્રાથમિક શાળામાં પરીક્ષા બાદના નવરાશના દિવસો બન્યા સર્જનાત્મકતાના ઉત્સવ સમાન મોરબી વૃધ્ધાશ્રમના વડીલોને મીઠા મોઢા કરાવી દિપાવલીની શુભેચ્છા પાઠવતા મહિલા પીઆઇ  એમ.બી.મીસ્ત્રી મોરબીના રંગપર ગામ નજીક અક્સમાતના બનાવમાં આધેડનું ઘટના સ્થળે જ મોત મોરબીમાંથી 4 બોટલ દારૂ સાથે 2 શખ્સ પકડાયા મોરબીના ખાખરાળા ગામે ઊંચાઈ ઉપરથી નીચે પટકાતાં ઇજા પામેલ બાળક રાજકોટ સારવારમાં
Breaking news
Morbi Today

માળીયા (મી)ના વાવણિયા ગામે ભાડાના મકાનમાંથી દારૂ મળ્યા બાદ હવે મકાન માલિક સામે ગુનો નોંધાયો


SHARE









માળીયા (મી)ના વાવણિયા ગામે ભાડાના મકાનમાંથી દારૂ મળ્યા બાદ હવે મકાન માલિક સામે ગુનો નોંધાયો

માળીયા તાલુકાના વાવાણિયા ગામે દારૂની રેડ કરી હતી અને જે મકાન ભાડે આપવામાં આવ્યું હતું તેમાંથી દારૂ મળી આવેલ હતો અને મકાન માલિકે મકાન ભાડે આપ્યું હોવા અંગેની માહિતી માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આપી ન હતી અને ઓનલાઇન એપ્લિકેશનમાં પણ તેની વિગતો આપી ન હતી જેથી કલેકટરના જાહેરનામાના ભંગ સબબ હાલમાં મકાન માલિક સામે ગુનો નોંધીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ માળિયા તાલુકાના વાવાણિયા ગામે રેલવે સ્ટેશનની બાજુમાં આવેલ મકાનમાં ત્રણ દિવસ પહેલા એલસીબીની ટીમ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી અને ત્યારે ત્યાંથી દારૂનો જથ્થો ઝડપાયો હતો જેથી આ બાબતે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો હતો ત્યારબાદ માળિયા તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને જે મકાનમાંથી દારૂ મળી આવ્યો હતો તે મકાન ભાડે આપવામાં આવ્યું હોય મકાન માલિકે મકાન ભાડે આપ્યું છે તે અંગેની ઓનલાઇન એપ્લિકેશનમાં કે પોલીસ સ્ટેશનમાં કોઈપણ પ્રકારની જાણ કરેલ ન હતી જેથી કરીને જિલ્લા કલેકટરના જાહેરનામાના ભંગ સબબ હાલમાં મકાનમાલિક લાખાભાઈ હીરાભાઈ વિરડા (38) રહે. હાલ વાવડી રોડ રામપાર્ક મોરબી મૂળ રહે. વવાણીયા વાળાની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

યુવાન સારવારમાં

મૂળ યુપીનો રહેવાસી ચંદન કુશવાહ (21) નામનો યુવાન હળવદ હાઇવે રોડ ઉપર ઇરોક્ષ કંપનીના ગેટ સામેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના બાઇકને કોઈ અજાણ્યા ટ્રક ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો જેમાં યુવાનને ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની આયુષ્ય ખાતે લાવ્યા હતા અને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.




Latest News