માળીયા (મી)ના વાવણિયા ગામે ભાડાના મકાનમાંથી દારૂ મળ્યા બાદ હવે મકાન માલિક સામે ગુનો નોંધાયો
મોરબી-હળવદમાં દારૂની પાંચ રેડ: દારૂની નાની મોટી 51 બોટલ, 24 બીયરના ટીન, 490 લિટર આથો અને 30 લિટર દેશી દારૂ કબ્જે
SHARE








મોરબી-હળવદમાં દારૂની પાંચ રેડ: દારૂની નાની મોટી 51 બોટલ, 24 બીયરના ટીન, 490 લિટર આથો અને 30 લિટર દેશી દારૂ કબ્જે
હળવદ તાલુકાના કોયબા ગામની સીમમાં મંદિર પાસે આવેલ ઓરડીમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દારૂની નાની 49 બોટલ તથા બિયરના 24 ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે 10,105 ની કિંમતનો દારૂ બિયરનો જથ્થો કબજે કર્યો હતો જો કે, રેડ કરી હતી ત્યારે આરોપી હાજર ન હોય હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એક શખ્સ સામે ગુનો નોંધીને પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
જાણવા મળતી માહિતી મુજબ મોરબી જિલ્લા એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે હળવદ તાલુકાના કોયબા ગામની સીમમાં વોંકળાના કાંઠે મહાકાળી મંદિર પાસે જીતેન્દ્ર ઉર્ફે સુખદેવસિંહ ચાવડાની કબજા ભોગવટા વાળી ઓરડીમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની નાની 49 બોટલો તથા બિયરના 24 ટીન મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે 10,105 ની કિંમતનો દારૂ બિયરનો જથ્થો કબજે કર્યો હતો જોકે, રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી હાજર ન હોવાથી હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જીતેન્દ્ર ઉર્ફે સુખદેવસિંહ પથુભા ચાવડા રહે. કોયબા તાલુકો હળવદ વાળાની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે
બે બોટલ દારૂ
મોરબીના મહેન્દ્રનગર ગામ નજીક આવેલ બા ની વાડી પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની બે બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે 1,346 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી અજયભાઈ મનુભાઈ ડોડીયા (25) રહે. આનંદ એપાર્ટમેન્ટ પાસે મહેન્દ્રનગર વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
280 લીટર આથો
હળવદ તાલુકાના જોગડ ગામની સીમમાં કેનાલ પાસે ખરાબામાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 280 લીટર આથો મળી આવ્યો હતો જેથી પોલીસે 7,000 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી રમેશભાઈ બહાદુરભાઈ જીંજરીયા (55) રહે. જોગડ તાલુકો હળવદ વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે
દેશી દારૂની ભઠ્ઠી
મોરબી તાલુકાના બાદનપર ગામની સીમમાં સુરાપુરાના મંદિર પાસે દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાથી હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી 110 લીટર આથો તથા દેશી દારૂ જેવું પ્રવાહી ફૂલ મળીને 25 લિટર અને અન્ય મુદ્દામાલ મળીને 7,450 ની કિંમતનો મુદ્દામાલ પોલીસે સ્થળ ઉપરથી કબજે કર્યો હતો અને આરોપી ગફારભાઈ ઉર્ફે બગલો જુમાભાઈ લાખા (50) રહે. ધુળકોટ તાલુકો મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.
દેશી દારૂની રેડ
મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ રામદેવપીરના મંદિર પાસે રહેતા સંજયભાઈ દેગામાના રહેણાંક મકાનમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 100 લિટર આથો તથા પાંચ લીટર તૈયાર દેશી દારૂ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે 3,000 રૂપિયાની કિંમતનો મુદામાલ કબજે કર્યો હતો અને આરોપી સંજયભાઈ નાગજીભાઈ દેગામા (38) રહે. લીલાપર રોડ રામદેવપીર મંદિર પાસે મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.

