મોરબીની ગીતાંજલી વિધાલયમાં વિદ્યાર્થીઓ-વાલીઓ માટે ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા ચાલતા સીવણ કેન્દ્રમાં તાલીમ લીધેલ બહેનોને પ્રમાણપત્ર અપાયા મોરબીમાં અકસ્માતમાં મૃત્યુ પામેલ વ્યક્તિના પરિવારને ૧૦ લાખનો વીમો વ્યાજ સહિત ચૂકવવા ગ્રાહક અદાલતનો આદેશ મોરબીની પી.જી.પટેલ કોલેજમાં સંવિધાન હત્યા દિવસ અંતર્ગત વિદ્યાર્થીઓએ ડોક્યુમેન્ટરી ફિલ્મ નિહાળી મોરબી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી રચના કરવા ધારાસભ્યએ કરેલી રજૂઆત ફળી મોરબી જીલ્લામાં મેલેરીયા વિરોધી માસની ઉજવણી અંતર્ગત સઘન સર્વેલન્સની કામગીરી કરાઈ મોરબી જિલ્લામાં 31 જુલાઇ સુધી હથિયારબંધી: 4 થી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં વિવિધ સ્થળોએ સીસીટીવી કેમેરા મૂકવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
Breaking news
Morbi Today

ટંકારાના નસીતપર ગામે વાડી પાસે જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સ પકડાયા


SHARE















ટંકારાના નસીપર ગામે વાડી પાસે જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સ પકડાયા

ટંકારા તાલુકાના નસીપર ગામની સીમમાં ફૂલવાડી તરીકે ઓળખાતી વાડીના શેઢા પાસે જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા ત્રણ શખ્સો મળી આવતા પોલીસે તેની પાસેથી 5,900 ની રોકડ કબજે કરી હતી અને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધાયો છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે ટંકારા તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે નસીપર ગામની સીમમાં ફૂલવાડી તરીકે ઓળખાતી વાડીના શેઢા પાસે ઝાડ નીચે જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી મોસીનભાઈ અબ્દુલભાઈ રાઠોડ (33) રહે. લાતી પ્લોટ શેરી નં-4 મોરબી, આસિતભાઈ દિનેશભાઈ પસાયા (19) રહે. હાલ નસીપર ગામ અશોકસિંહ ઝાલાની વાડીમાં તથા અકીલજાવેદ અબ્દુલભાઈ ચૌહાણ (28) રહે. મહેન્દ્રપરા શેરી નં- 20 મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી 5,900 ની રોકડ કબજે કરી હતી અને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

વરલી જુગાર

મોરબીના જુના ઘૂટું રોડ ઉપર આકૃતિ સીરામીક પાસે વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી સાહિલભાઈ ઈશાભાઈ પલેજા (36) રહે. માળીયા ફાટક પાસે મોરબી વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે 600 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News