સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

ટંકારા તાલુકાનાં સાવડી ગામે પીએચસી દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો


SHARE





ટંકારા તાલુકાનાં સાવડી ગામે પીએચસી દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

મોરબીના ડીડીઓ જે.એસ.પ્રજાપતિ તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. સંજય શાહનાં સીધા માર્ગદર્શન હેઠળ તાલુકા હેલ્થ કચેરી ટંકારા, GMERS મેડીકલ કોલેજ મોરબી તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાવડીના સહયોગથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાવડી ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે સાવડી ગામના સરપંચ, ટંકારા તાલુકા ભાજપ સંગઠનના સભ્યો, એપેડેમીક મેડીકલ ઓફિસર ડો.દિપક બાવરવા, તલાટી મંત્રી સાવડી  અને ગામના આગેવાનો સહિતના હાજર રહ્યા હતા અને આ કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યો હતો અને આ કેમ્પમાં સાવડી  ગામમાંથી તેમજ આજુબાજુના ગામમાંથી આવેલ ૧૦૪ જેટલા લોકો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં સ્વ.દુધીબેન અંબારામભાઈ કાલાવડીયાના સ્મરણાર્થે તેમના સુપુત્ર રમેશભાઈ અંબારામભાઈ કાલાવડીયા તરફથી રક્તદાન કરેલ તમામ રકતદાતાઓને પોત્સાહન સ્વરૂપે ઘડિયાળ આપવામાં આવેલ હતી અને આ આ કેમ્પને સફળ બનાવવા માટે જીલ્લા પંચાયત આરોગ્ય શાખાનાં જિલ્લા IEC ઓફિસર સંઘાણીભાઈ, લેબ.ટેક. સેતાભાઈ, તાલુકા હેલ્થ ઓફિસર ડો. દિનેશ બાવરવા, તાલુકા હેલ્થ સુપરવાઈઝર હિતેશભાઈ પટેલ, મેડીકલ ઓફિસર ડો.સૃષ્ટિ ભોરણીયા, લેબ.ટેક.કિરણબેન, ફાર્માસિસ્ટ જાનીભાઈ તેમજ પ્રા.આ.કેન્દ્ર સાવડીના આરોગ્ય સ્ટાફ ટીમે જહેમત ઉઠાવી હતી




Latest News