મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

હળવદમાં યુવાને અગમ્ય કારણોસર જીવનલીલા શંકેલી


SHARE













હળવદમાં યુવાને અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત

હળવદમાં આવેલ હોટલની પાછળના ભાગમાં ઝૂંપડામાં રહેતા યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે હળવદ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે હળવદમાં આવેલ ક્રિષ્ના હોટલ પાછળ સરદાર પટેલ વિદ્યાલય સામે ઝૂંપડામાં રહેતા અનિલભાઈ ભાવસંગભાઈ ભાભોર (27)એ કોઈ અગમ્ય કારણોસર ગઈકાલે સાંજે સાડા પાંચેક વાગ્યાના અરસામાં ઝૂંપડામાં ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું મોત નીપજ્યું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે હળવદ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

યુવાન સારવારમાં

મોરબીના કંડલા બાપાસ રોડ ઉપર ટિંબડી પાટીયા પાસે ટ્રેલર પલટી મારી ગયું હતું જેથી બાબુલાલ ખેમરાજભાઈ (45) નામના યુવાનને ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News