13 મહિનાથી યુક્રેનના ડિટેન્શન સેન્ટરમાં રહેલા મોરબીના સાહિલ માજોઠીએ 2 મહિના બાદ માતા સાથે કરી વ્હોટ્સએપ કોલથી વાત મોરબીમાં કચરમાંથી ગેસ બનાવવા 13 એકર જમીન ઉપર 146 કરોડના ખર્ચે બનશે આધુનિક પ્લાન્ટ: જયંતિભાઈ પડસુંબિયા મોરબીમાં જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૯૦ દર્દીઓએ લાભ લીધો ટંકારાના લજાઈ નજીક રોડ ક્રોસ કરતાં યુવાનને કાર ચાલકે હડફેટે લેતા માથામાં હેમરેજ તું મને ક્યાંય ભેગો થતો નહીં નહિતર તને જાનથી મારી નાખીશ: ટંકારામાં યુવાનને એક શખ્સે આપી ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 2 શખ્સ પકડાયા મોરબીના બેલા ગામ પાસે કારખાનામાં ટેબલ ઉપરથી નીચે પડતાં ઇજા પામેલ 4 વર્ષની બાળકીનું સારવારમાં મોત અમદાવાદના યુવાને ધંધામાં આર્થિક સંકળામણ આવતા હળવદ નજીક કેનાલમાં ઝંપલાવીને કર્યો આપઘાત  
Breaking news
Morbi Today

ટંકારાના વીરપર પાસે આઇસર ચાલકે બોલેરોને ટક્કર મારતા બે યુવાનને ઇજા: એકનો પગ કાપવો પડ્યો


SHARE









ટંકારા મોરબી હાઇવે રોડ ઉપર આવેલ વીરપર ગામ પાસેથી બોલેરો ગાડી પસાર થઈ હતી ત્યારે આઇસરના ચાલાકે તેને પાછળથી ટક્કર મારી હતી જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો જે બનાવમાં બોલેરોમાં બેઠેલા ડ્રાોઇવર સહિત બે વ્યક્તિઓને ઈજા થઈ હતી જે પૈકીના એક યુવાનને ગંભીરતા હોવાથી તેનો જમણો પગ કાપવો પડ્યો હતો જે બનાવ સંદર્ભે હાલમાં ભોગ બનેલા યુવાને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ રાજકોટમાં આવેલ રામાપીર ચોકડી રૈયાધાર બંસીધર-1ખાતે રહેતા આદિલ ભુપતભાઈ બાબરીયા (21) નામના યુવાને આઇસર નંબર જીજે 36 ટી 5310 ના ચાલક સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે બોલેરો ગાડી નંબર જીજે 10 ટીએક્સ 6850 જે દિલીપભાઈ ની ગાડી છે અને તે ગાડીમાં દિલીપભાઈ તથા ફરિયાદી બંને ટંકારા તાલુકાના વીરપર ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે આઇસરના ચાલકે તેઓની બોલેરો ગાડીને પાછળથી ટક્કર મારી હતી જેથી કરીને ફરિયાદી યુવાનને ડાબા પગમાં ફ્રેક્ચર અને જમણો પગ કાપવો પડે તેવી ગંભીર ઈજા કરી છે તથા દિલીપભાઈ ને પણ શરીરે મુંઢ ઇજાઓ કરેલ છે જેથી ઈજાગ્રસ્ત બંને વ્યક્તિઓને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને હાલમાં ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આઇસર ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News