વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના માળીયા તાલુકાના ઝીંઝુડામાથી ૫૦૦ કરોડથી વધુના હેરોઇન સાથે બે શખ્સ ઝડપાયા


SHARE







મોરબી જિલ્લાના માળીયા તાલુકાના ઝીંઝુડામાથી ૫૦૦ કરોડથી વધુના હેરોઇન સાથે બે શખ્સ ઝડપાયા

ગુજરાતના જુદાજુદા વિસ્તારમાથી હાલમાં પોલીસ દ્વારા ડ્રગ્સનો જથ્થો પકડવામાં આવી રહ્યો છે ત્યારે થોડા દિવસો પહેલા દ્વારકામાથી ડ્રગ્સ પકડાયું હતું ત્યાર બાદ રવિવારની રાતે મોરબી જિલ્લાના માળીયા તાલુકામાંથી અંદાજે ૫૦૦ કરોડથી વધુનું ડ્રગ્સ પકડાયું છે. અને માળીયા તાલુકાનાં ઝીંઝુડા ગામમાં એટીએસ, મોરબી જિલ્લા એસઓજી સહિતની ટિમ દ્વારા પકડવામાં આવેલ છે અને કરોડો રૂપિયાના હેરોઇન ડ્રગ્સ સાથે બે શખ્સની ધરપકડ કરાઈ છે.

ગુજરાતમાં ડ્રગ્સ પકડવા માટે એટીએસ અને સ્થાનિક એસઓજીની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે મોરબી જિલ્લાના માળીયા તાલુકાનાં નવલખી બંદરની બાજુમાં આવેલા ઝીંઝુડામાં ૧૨૦ કિલો હેરોઈન ડ્રગ્સ ઝડપાયું છે અને આ ડ્રગ્સની કિંમત અંદાજે ૫૦૦ કરોડ રૂપિયાથી વધુ થાય છે તેવું જાણવા મલાઈ રહ્યું છે રવિવારે મોડી રાતે એટીએસ, મોરબી જિલ્લા એસઓજી સહિતની ટિમ દ્વારા ઓપરેશન મોડી રાતે પાર પાડવામાં આવ્યું છે અને આ કરોડો રૂપિયાના ડ્રગ્સ સાથે બે શખ્સોની અટકાયત કરાઈ છે. આ વાતને ગૃહ રાજ્યમંત્રીએ પણ સમર્થન આપ્યું છે અને ખરેખર કેટલાનું ડ્રગ્સ છે તે દિશામાં કાર્યવાહી કરવામાં આવી રહી છે અને તેઓએ વધુમાં કહ્યું હતું કે, છેલ્લા ૫૫ દિવસમાં ગુજરાતનાં જુદાજુદા વિસ્તારમાથી ૫૭૫૬ કિલો નશીલા પદાર્થને પકડવામાં આવેલ છે જેની કિંમત ૨૫૪ કરોડથી વધુની થાય છે




Latest News