મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબી તાલુકામાં ગેરકાયદે ખનીજ પરિવહન કરતાં બે ડમ્પર ઝડપાયા


SHARE







મોરબી તાલુકામાં ગેરકાયદે ખનીજ પરિવહન કરતાં બે ડમ્પર ઝડપાયા

મોરબી જિલ્લાના ભુસ્તરશાસ્ત્રી જે.એસ. વાઢેર દ્વારા મોરબી જીલ્લામાં મળતી વિવિધ ખનીજચોરીને લાગતી ફરિયાદ અને અરજીઓને ધ્યાને લઈને રેડ કરવામાં આવતી હોય છે તેવી જ રીતે રોયલ્ટી ઇન્સ્પેક્ટર રાહુલ જી. મહેશ્વરી દ્વારા રાપર ગામે નદીના પટ્ટમાં રેડ કરવામાં આવી હતી ત્યારે સાદી રેતી  ખનીજનું રોયલ્ટી પાસ વગર બિન અધિકૃત વહન કરતા એક નંબર નગરનું ડમ્પર મળી આવેલ છે જેના માલીક સાગરભાઈ માલા રહે. કાલાવડ છે અને માળિયા રોડ પર રાત્રીનાં સમયે ચેકિંગ કરતાં ડમ્પર નં જીજે 12 બીટી 5689 માં સફેદ માટી ખનીજનું રોયલ્ટી પાસ વગર વહન કરવા બદલ વાહનને સીઝ કરીને બન્ને ડમ્પર મોરબી તાલુકા પોલીસ સ્ટેશન મોરબી ખાતે મૂકીને આગળની નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.






Latest News