મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબીના પીપળી રોડે ગજાનંદ-સાનિધ્ય પાર્ક સોસાયટીમાં દારૂની બે રેડ: 532 બોટલ દારૂ સાથે એક પકડાયો, બેની શોધખોળ


SHARE







મોરબીના પીપળી રોડે ગજાનંદ-સાનિધ્ય પાર્ક સોસાયટીમાં દારૂની બે રેડ: 532 બોટલ દારૂ સાથે એક પકડાયો, બેની શોધખોળ

મોરબીના પીપળી રોડ પર ગજાનંદ સોસાયટીમાં અને સાનિધ્ય પાર્ક સોસાયટીમાં જુદાજુદા બે ઘરમાં એલસીબીની ટીમે દારૂની રેડ કરી હતી ત્યારે બંને સ્થળેથી કુલ મળીને દારૂની નાની 532 બોટલો મળી આવી હતી જેથી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુદાજુદા બે ગુના નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

મોરબી જિલ્લા એલસીબીની ટિમ પેટ્રોલીંગમાં હતી ત્યારે મોરબી તાલુકાના પીપળી ગામ પાસે આવેલ ગજાનન સોસાયટી શેરી નં-2 માં રહેતા મહાવીરસિંહ વાઘેલાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની નાની 496 બોટલો મળી આવી હતી જેથી પોલીસે 49,600 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને પોલીસે જ્યારે દારૂની રેડ કરી હતી ત્યારે આરોપી ઘરે હાજર ન હોવાથી હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મહાવીરસિંહ મહેન્દ્રસિંહ વાઘેલા રહે. ગજાનંદ સોસાયટી શેરી નં-2 પીપળી રોડ મોરબી વાળાની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

આવી જ રીતે મોરબીના પીપળી રોડ ઉપર આવેલ માસધામ સોસાયટી પાછળ સાનિધ્ય પાર્ક સોસાયટીમાં રહેતા પીરાભાઈ બોહકિયાના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની હકીકત આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની નાની 36 બોટલો મળી આવતા પોલીસે 3600 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી અશોકભાઈ ભાવાભાઈ સોલંકી (24) રહે. પીપળી રોડ મનીષ કાંટાથી આગળ રોયલ મેકફેબ કારખાનાની ઓરડીમાં મોરબી વાળાની ધરપકડ કરી હતી અને આ દારૂનો જથ્થો મહાવીરસિંહ મહેન્દ્રસિંહ વાઘેલા રહે. ગજાનંદ સોસાયટી પીપળી રોડ મોરબી વાળા પાસેથી મેળવ્યો હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને ઘરધણી તથા દારૂ આપનાર સહિત કુલ ત્રણ શખ્સોની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી બાકીના બે આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરી છે.






Latest News