મોરબી તાલુકા અને વાંકાનેર શહેરી વિસ્તારમાં અપમૃત્યુના ત્રણ બનાવમાં ત્રણ યુવાનોના મોત મોરબીના રવાપર ગામ પાસે કાર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત, એક સારવારમાં માળીયા (મી)ના ભીમાસર બ્રિજ ઉપર ટ્રક કન્ટેનરની પાછળ ટ્રક ટ્રેલર અથડાતા વાહન ચાલકનું મોત માળીયા મીયાણામાં અગાઉ કરેલ લેન્ડગ્રેબિંગની ફરિયાદનો ખાર રાખીને ભડાકા કરીને યુવાનને જાનથી મારી નાખવાની ધમકી મોરબી BAMS એસો.ના પ્રમુખ પદે ડો. જીતેશ ડઢાણીયા-ઉપપ્રમુખ પદે ડો. મિલન જેતપરિયા યથાવત્ મોરબીમાં BAMS ડોક્ટર એસો., વૈદ્યસભા તથા બીજેપી ડોક્ટર સેલ દ્વારા ધનતેરસે પૂજનનો કાર્યક્રમ યોજાયો મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપે તહેવારમાં ઇમરજન્સી સેવા માટે ખડેપગે ઊભા રહેતા કર્મવીરો સાથે ઉજવી દિવાળી ટંકારા તાલુકામાં વ્યાજના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે
Breaking news
Morbi Today

મોરબીમાં ટ્યુશન ક્લાસીસમાં વિદ્યાર્થીની છેડતી કરનાર આરોપી સંચાલક જેલ હવાલે


SHARE









મોરબીમાં ટ્યુશન ક્લાસીસમાં વિદ્યાર્થીની છેડતી કરનાર આરોપી સંચાલક જેલ હવાલે

મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે આવેલ ખાનગી ટ્યુશન ક્લાસીસ આવેલ છે ત્યાં જતી વિદ્યાર્થીની સાથે ત્યાંના સંચાલક દ્વારા અડપલા કરવામાં આવ્યા હતા જેથી સગીરાની માતાએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી હતી અને તે આરોપીને કોર્ટમાં રજૂ કરીને હાલમાં જેલ હવાલે કરવામાં આવેલ છે.

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ખાનગી ટ્યુશન ક્લાસીસ આવેલ છે અને તેના સંચાલક રવિન્દ્ર ત્રિવેદીની સામે ત્યાં અભ્યાસ કરવા માટે થઈને આવતી વિદ્યાર્થીનીની માતા દ્વારા અડપલા અને છેડતીની ફરિયાદ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ હતી જે ગુનામાં પોલીસે આરોપી રવિન્દ્ર રમેશચંદ્ર ત્રિવેદીની ધરપકડ કરેલ હતી અને ત્યાર બાદ તેને સાથે રાખીને સોમવારે સાંજે ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કરાવ્યુ હતું ત્યારે સ્થળ ઉપર લોકોના ટોળાં એકત્રિત થઈ ગયા હતા. અત્રે ઉલેખનીય છે કે, આ કલાસિસમાં આવતી ધો. 12 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે છેડતી કરવામાં આવતી હતી તે પ્રકારની ફરિયાદ સગીરાની માતાએ નોંધાવી હતી જેથી પોલીસે પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી હતી અને આરોપીને મોરબીની કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરવામાં આવેલ છે. અને સગીરાની માતાએ ફરિયાદ નોંધાવી તે પહેલા ટ્યુશન કલાસિસના સંચાલકને માર માર્યો હતો જેથી ભોગ બનેલા સંચાલકે પણ સગીરા અને તેના માતા, પિતા, ભાઈ, મામા સહિત આઠ સામે ફરિયાદ નોંધાવેલ છે.




Latest News