મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીમાં એક્ટિવને હડફેટે લઈને વૃદ્ધનું મોત નિપજાવનાર બોલેરો ગાડીના ચાલકની ધરપકડ


SHARE







મોરબીમાં એક્ટિવને હડફેટે લઈને વૃદ્ધનું મોત નિપજાવનાર બોલેરો ગાડીના ચાલકની ધરપકડ

મોરબીની વાવડી ચોકડી પાસેથી એક્ટિવા લઈને દિકરીના ઘરે નાની વાવડી ગામે વૃદ્ધ જઈ રહ્યા હતા ત્યારે બોલેરોના ચાલકે તેના એક્ટિવને હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં ઇજા પામેલા વૃદ્ધનું મોત નીપજયું હતું જેની મૃતકના દીકરાએ ફરિયાદ કરી હતી જેના આધારે પોલીસે આરોપીને પકડીને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબીના ગ્રીનચોક વિસ્તારમાં આવેલ કડિયા શેરીમાં રહેતા અંબાદાનભાઈ મોડભાઈ જીબા જાતે ગઢવી (60) ગત તા.9 ના રોજ રાત્રિના દસેક વાગ્યે તેઓનું એક્ટિવા લઈને વાવડી ચોકડી પાસેથી તેઓની દીકરીના ઘરે જઇ રહ્યા હતા ત્યારે બોલેરો ગાડીના ચાલકે તેના એક્ટિવને હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માત થયો હતો અને તેમાં વૃદ્ધને ગંભરી ઇજા થયેલ હતી જેથી કરીને મૃતકના દીકરા જયદાન ગઢવીએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવેલ હતી જેના આધારે મોરબી એ ડિવિઝનના પીએસઆઇ સી.એમ. કરકર અને ધ્રુવરાજસિંહ દ્વારા આરોપી ભરત રમેશભાઈ બાટી (24) રહે. લીલાપર રોડ મોરબી વાળાને પકડીને આગળની કાર્યવાહી કરવામાં આવી હતી.

મારા મારીમાં ઇજા

મોરબીના બેલા ગામ નજીક આવેલ ઓપેરા સીરામીક કારખાનામાં રહેતા મજૂરી કામ કરતા વિષ્ણુ પ્રભુભાઈ મકવાણા (23) નામનો યુવાનને વાટેરો સીરામીક પાસે ખેતરમાં રંગપર ગામ નજીક મારામારીના બનાવમાં ઈજા થતા ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને તેને સારવાર આપીને બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી

ઝેરી દવા પી લેતા સારવારમાં

મોરબીના કાલિકપ્લોટ વિસ્તારમાં રહેતા પ્રેમજીભાઈ પુંજાભાઈ સોલંકી (35) નામનો યુવાન કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેમને સારવાર આપીને એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મારા મારીમાં ઇજા

મોરબીના લીલાપર રોડ ઉપર મારામારીનો બનાવ બન્યો હતો જેમાં દેવાભાઈ રમેશભાઈ છાયા (28) નામના યુવાનને ઇજા થવાથી ઇજા પામેલ હાલતમાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News