સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

ટંકારાના સરાયા ગામે ઘોડી દૂર ચલાવવાનું કહેતા યુવાન સહિત બે વ્યક્તિને ઘોકા વડે માર માર્યો


SHARE





ટંકારાના સરાયા ગામે ઘોડી દૂર ચલાવવાનું કહેતા યુવાન સહિત બે વ્યક્તિને ઘોકા વડે માર માર્યો

ટંકારાના સરાયા ગામે રહેતો યુવાન પોતાની ભેંસો લઈને ઘરે જતો હતો ત્યારે તે જ ગામમાં રહેતો એક શખ્સ ઘોડી લઈને નીકળતા ભેંસો ભડકી હતી જેથી ઘોડી દૂર ચલાવવા માટે કહ્યું હતું જે તેને સારું ન લાગતા ગાળો આપી હતી અને ત્યારબાદ તેને યુવાન સહિત બે વ્યક્તિ ઠપકો આપવા માટે ગયા હતા ત્યારે બે શખ્સોએ ગાળો આપીને ધોકા વડે બંનેને માર માર્યો હતો જેથી હાલમાં ભોગ બનેલા યુવાને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સની સામે ફરિયાદ નોંધાવેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના સરાયા ગામે રહેતા ઈરફાનભાઇ ઇબ્રાહીમભાઇ જુણેજા (24એ હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નયુમભાઈ મુસાભાઇ વિકીયા અને અયુબભાઈ મુસાભાઇ વિકીયાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, સરાયા ગામે પોતાની વાડીએથી પોતાની ભેંસો લઈને ઘર તરફ આવતા હતા.ત્યારે નયુઘોડી લઈને ત્યાંથી નીકળ્યો હતો.જેથી ફરિયાદીની ભેંસો ભડકી હોય ઘોડી દૂર ચલાવવા માટે તેને કહ્યું હતું.જે તેને સારું નહીં લાગતા તેણે ફરિયાદી યુવાનને ગાળો આપી હતી અને ત્યાંથી જતો રહ્યો હતો.ત્યારબાદ ફરિયાદી તથા સાહે કાળુભાઈ નયુમને ઠપકો આપવા માટે ગયા હતા અને ત્યારે બંને આરોપીઓએ ફરિયાદી અને સાહેને ગાળો આપીને લાકડાના ધોકા તેમજ પાવડાના હાથા વડે માર માર્યો હતો જેથી ઈજા પામેલ યુવાનને સારવાર લીધા બાદ બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા ટંકારા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.




Latest News