ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ માળીયા (મી)માં જૂના મનદુખનો ખાર રાખીને હોટલે ચા પીવા ગયેલા યુવાન ઉપર 5 શખ્સોએ કર્યો હુમલો: સ્કોર્પિયોમાં થાર અથડાવીને કર્યું નુકશાન વાંકાનેરના સરતાનપર રોડ ઉપર સિરામિક કારખાનામાં આગ લાગવાથી મોટું નુકશાન મોરબીમાં દારૂ પીને મંદિર પાસે આવવાની ના કહેતા યુવાનને બે શખ્સોએ ટાઇલ્સના ટુકડા અને પટા વડે માર માર્યો ટંકારાના હરબટીયાળી ગામમાં નુકસાન કરવાની ના કહેતા યુવાનના પિતાને માથામાં પાઇપ ફટકારીને એક શખ્સે કર્યું હેમરેજ
Breaking news
Morbi Today

મોરબી શહેર-તાલુકા વિસ્તારમાં જુદીજુદી બે જગ્યાએ બે યુવાનોએ અંતિમ પગલાં ભર્યા


SHARE











મોરબી શહેર-તાલુકા વિસ્તારમાં જુદીજુદી બે જગ્યાએ બે યુવાનોએ અંતિમ પગલાં ભર્યા

મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલ કારખાનાની સામેના ભાગમાં ઝાડ સાથે ગળાફાંસો ખાઈને યુવાને આપઘાત કર્યો હતો તેવી જ રીતે મોરબી તાલુકાના નીચી માંડલ ગામ પાસે આવેલ કારખાનામાં રૂમની અંદર મજૂર યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો જેથી આપઘાતના આ બંને બનાવની સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોંધ કરીને પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના ઘુટુ રોડ ઉપર આવેલ સીરામીક ખાતે રહેતા અને કામ કરતા ગોપાલભાઈ સોહનભાઈ ધાસી (42) નામના યુવાને શોભેશ્વર રોડ ઉપર આવેલ લેન્ડવુડ સીરામીક સામેના ભાગમાં લીમડાના ઝાડ સાથે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું ઘટના સ્થળે મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને યુવાને ક્યાં કારણોસર આપઘાત કર્યો હતો તે દિશામાં આગળની તપાસ તજવીજ ડી.એમ.રાંકજા ચલાવી રહ્યા છે

મોરબી હળવદ હાઇવે રોડ ઉપર આવેલ નીચી માંડલ ગામ પાસે નોકેન વિટ્રીફાઈડ નામના કારખાનામાં મજૂરના રૂમની અંદર રહેતા અને મજૂરી કામ કરતા વિરેન્દ્ર અત્તરસિંગ ચૌધરી (26) નામના યુવાને રૂમની અંદર કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તે યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આપઘાતના આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને યુવાને કયા કારણોસર આપઘાત કર્યો હતો તે દિશામાં આગળની તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના જે.પી. વસિયાણી ચલાવી રહ્યા છે






Latest News