મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત વાંકાનેરના જોધપર ગામે બે મહિલાઓને દંપતિએ પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના બેલા નજીક કારખાનામાં વણાંક લેતા સમયે ડમ્પર ચાલકે કચડી નાખતા એક વર્ષના બાળકનું મોત


SHARE







મોરબીના બેલા નજીક કારખાનામાં વણાંક લેતા સમયે ડમ્પર ચાલકે કચડી નાખતા એક વર્ષના બાળકનું મોત

મોરબીના બેલા ગામની સીમ આવેલ કારખાનાની અંદર ડમ્પર ચાલકે વણાંક લેતા ત્યાં રમી રહેલા એક વર્ષના બાળકને હડફેટે લીધો હતો અને ડમ્પરના ખાલી સાઇડના ટાયરના જોટા નીચે માસૂમ બાળક કચડાઈ જતાં તેનું ઘટના સ્થળ ઉપર મોત નીપજ્યું હતું ત્યારબાદ આ બનાવ સંદર્ભે મૃતક બાળકના પિતાએ ડમ્પર ચાલક સામે મોરબી તાલુકો પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ એમપીના જાંબુઆ જિલ્લાના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં આવેલ લીડસન સિરામિક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા વિકાસભાઈ મંગાભાઈ ડામોર (30)મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ડમ્પર નંબર જીજે 13 એએક્સ 8099 ના ચાલક સામે ફરિયાદ નોંધાવે છે જેમાં તેણે જણાવ્યું છે કે, લીડસન કારખાનાના ફોતરી વિભાગ પાસેથી આરોપી તેના હવાલા વાળું ડમ્પર લઈને જઈ રહ્યો હતો ત્યારે આગળ પાછળ જોયા વગર તેણે ડમ્પરને ખાલી સાઇડમાં વણાંક વાળતા ત્યાં ફરિયાદીનો એક વર્ષનો દીકરો આદેશ રમતો હતો જેને ડમ્પર ચાલકે ખાલી સાઇડના ટાયરના જોટામાં કચડી નાખતા તે માસુમ બાળકનું ઘટના સ્થળ ઉપર જ મોત નીપજયું હતું અને અકસ્માત સંદર્ભે મૃતક બાળકના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News