મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ આચારવાના ગુનામાં બે આરોપીની ધરપકડ મોરબીમાં યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપીને વ્યાજની પઠાણી ઉઘરાણી કરવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ મોરબીમાં સમસ્ત હિન્દુ સેવા ગ્રુપ ગુજરાત દ્વારા સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન મોરબીમાં રબારી અને ભરવાડ સમાજની સભામાં શિક્ષણ, સંગઠન અને રાજકારણ ઉપર ભાર મુક્તા આગેવાનો મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજીના નવરંગ માંડવાનું આયોજન:  ચૈત્રી નવરાત્રી નિમિતે રાસ ગરબાનું આયોજન હળવદના રાયસંગપર-મયુરનગર વચ્ચે નજીવી વાતમાં યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે મારમાર્યો
Breaking news
Morbi Today

ટંકારા મામલતદાર કચેરી પાસે જૂની અદાવતનો રોષ રાખીને હુમલો


SHARE











ટંકારા મામલતદાર કચેરી પાસે જૂની અદાવતનો રોષ રાખીને હુમલો

મોરબી જિલ્લાના ટંકારા ખાતે મામલતદાર કચેરી નજીક મારામારીનો બનાવ બન્યો હતો.જેમાં રાજકોટની મહિલાના ભાઈએ કરેલ ફરિયાદનો રોષ રાખીને મહિલા તથા અન્ય સાહેદો ઉપર હુમલો કરવામાં આવ્યો હતો.

હાલમાં ટંકારા પોલીસ મથક ખાતે ભોગ બનેલા જસુબેન લખનભાઇ પ્રેમજીભાઇ સોઢા ભીલ (ઉ.વ.૩૪) ઘરકામ રહે.રાજકોટ કોઠારીયા રોડ રામજી મંદીર પાસે કનૈયા ચોક તા.જી.રાજકોટ વાળાએ સામાવાળા નવધણભાઇ નવીનભાઇ ગોહીલ, કાનો નવીનભાઇ ગોહીલ, ભોલો કાનાભાઇ ગોહીલ અને  મનસુખભાઇ નવીનભાઇ ગોહીલ રહે.બધા તીલકનગર ટંકારા સામે ફરિયાદ નોંધાવીને પોલીસને જણાવ્યું હતું કે તેઓ અને સહેદો ઉપર ટંકારા મામલતદાર કચેરી પાસેના તીલકનગર વિસ્તારમાં હુમલો કરાયો હતી.જસુબેનના ભાઇ દિનેશભાઇને અગાઉ સામાવાળાઓની સાથે ઝધડો થતા ફરીયાદ કરેલી હતી. તે બાબતનો ખાર રાખીને જસુબેન તથા સાહેદો શેરીમા બેઠા હતા ત્યારે આરોપીઓ ગાળો બોલતા બોલતા નીકળતા સાહેદ જડીબેનએ તેઓને ગાળો બોલવાની ના પાડી હતી.જે વાત આરોપીઓને સારી ન લાગતા એકદમ ઉશ્કેરાઇ જઇને જસુબેન તથા સાહેદ જડીબેન ઉપર લાકડાના ધોકકા વડે હુમલો કર્યો હતો અને જડીબેનને માથાના ભાગે ધારીયાનો ધા મારી દેતા ટાંકા આવે તેવી ઇજા કરી હતી. તેમજ સાહેદ માનુબેનને પણ માથાના ભાગે લાકડાનો ધોકો મારતા તેમને પણ ટાંકા આવે તેવી ઇજા થયેલ હતી.તેમજ મારી નાખવાની ધમકી આપી હતી.આ અંગે સ્ટાફના એસ.બી.સીદીકી આગળની તપાસ ચાલવી રહ્યા છે.

તાલુકા અને જિલ્લા સ્વાગત કાર્યક્રમ રદ

મોરબી જિલ્લામાં વરસાદી માહોલના પગલે ૨૮ ઓગસ્ટે યોજાનાર તાલુકા સ્વાગત અને ૨૯ ઓગસ્ટે યોજાનાર જિલ્લા સ્વાગત કાર્યક્રમ રદ કરવામાં આવેલ છે.હાલ સમગ્ર રાજ્યમાં ભારે વરસાદના કારણે ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું છે. મોરબી જિલ્લામાં પણ અનરાધાર વરસાદ વરસ્યો છે.જેથી વહીવટી તંત્ર દ્વારા વિવિઘ કામગીરી કરવામાં આવી રહી છે.આ વરસાદી માહોલના પગલે મોરબી જિલ્લામાં ૨૮ ઓગસ્ટના રોજ તાલુકા કક્ષાએ યોજાનાર તાલુકા સ્વાગત તથા ૨૯ ઓગસ્ટના રોજ જિલ્લા કક્ષાએ યોજાનાર સ્વાગત કાર્યક્રમ હાલ બંધ રાખવામાં આવેલ છે.




Latest News