મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીના પાનેલી ગામે થયેલ મારામારીના ગુનામાં બે મહિલા સહિત ચાર આરોપીની ધરપકડ


SHARE







મોરબીના પાનેલી ગામે થયેલ મારામારીના ગુનામાં બે મહિલા સહિત ચાર આરોપીની ધરપકડ

મોરબીના પાનેલી ગામે ગોપાલ સોસાયટીમાં શેરીમાં કચરો વાળવા અને પોદળો નાખવા બાબતે બોલાચાલી અને ઝઘડો થયો હતો અને પાડોશમાં રહેતા બે પરિવાર વચ્ચે મારામારી થઈ હતી જેની બંને પક્ષેથી ફરિયાદ નોંધાયેલ હતી જે પૈકીની એક ફરિયાદમાં બે મહિલા સહિત ચાર આરોપીઓને પકડવામાં આવેલ છે

મોરબીના પાનેલી ગામે ગોપાલ સોસાયટીમાં રહેતા જીતેન્દ્રભાઈ શાંતિલાલ કંઝારીયાએ સહદેવભાઈ ભાણજીભાઈ કંઝારીયા, ધરમશીભાઈ ભાણજીભાઈ કંઝારીયા, નિશાબેન સહદેવભાઈ કંઝારીયા અને નિમુબેન ધરમશીભાઈ કંઝારીયાની સામે ફરિયાદ નોંધાવેલ હતી કે, ફરિયાદીના બા ગૌરીબેન સાથે નિમુબેન ધરમશીભાઈ અને તેના ઘરના બીજા મહિલાઓએ મકાનની પાછળની શેરીમાં કચરો વાળવા તથા પોદળા લેવા બાબતે બોલાચાલી ઝઘડો કર્યો હતો અને ફરિયાદી તથા સાહેદ આરોપીઓને તે બાબતે સમજાવવા માટે જતા તેઓને સારું લાગ્યું ન હતું અને ધરમશીભાઈએ લોખંડના પાઇપ વડે ફરિયાદીને માથા અને હાથમાં માર માર્યો હતો તેમજ તેના બા ને નિમુબેન સહદેવભાઈ અને નિમુબેન ધરમશીભાઈએ લાકડી વડે ભાર મારીને ઇજા કરી હતી તો સહદેવ ભાઈએ ફરિયાદીના ભાઈ જયેશને લોખંડની કુહાડીથી માથામાં માર મારી ફેકચર જેવી ઇજા કરી હતી અને છૂટા પથ્થરના ઘા કરીને ગાળો આપી હતી જે ગુનામાં પોલીસે સહદેવભાઈ ભાણજીભાઈ કંઝારીયા (37), ધરમશીભાઈ ભાણજીભાઈ કંઝારીયા (40), નિશાબેન સહદેવભાઈ કંઝારીયા (36) અને નિમુબેન ધરમશીભાઈ કંઝારીયા (40)ની ધરપકડ કરેલ છે. 






Latest News