ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબીના મચ્છુ-3 ડેમનો એક દરવાજો પાંચ ફૂટ ખોલ્યો, ડેમી-2 સહિતના ડેમોમાં નવા નીરની આવક


SHARE







મોરબીના મચ્છુ-3 ડેમનો એક દરવાજો પાંચ ફૂટ ખોલ્યો, ડેમી-2 સહિતના ડેમોમાં નવા નીરની આવક

મોરબી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં અડધાથી લઈને સાડા પાંચ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે જેથી કરીને સ્થાનિક જળાશયોમાં નવા નીરની આવક થવા લાગી છે ત્યારે મોરબી નજીકના મચ્છુ-3 ડેમનો એક દરવાજો પાંચ ફૂટ ખોલીને હાલમાં નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે.

હાલમાં મોરબીના સિંચાઇ વિભાગના અધિકારી પાસેથી મળી રહેલ માહિતી મુજબ છેલ્લા 24 કલાકમાં મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારોમાં સારો વરસાદ છે જેથી કરીને સ્થાનિક જળાશયોમાં પાણીની અવાક થવા લાગી છે અને મોરબી નજીકના મચ્છુ-3 ડેમનો એક દરવાજો તો બે દિવસથી ખોલ્લો જ છે જો કે, મોરબી શહેરમાં સાડા પાંચ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે જેથી કરીને હાલમાં તે દરવાજને પાંચ ફૂટ સુધી ખોલીને નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે અને પાણીની 417 કયુસેક આવક છે જેની સામે નદીમાં જાવક શરૂ કરવામાં આવેલ છે.

આ ઉપરાંત ટંકારા તાલુકામાં આવેલ ડેમી-2 ડેમમાં પણ પાણીની આવક વધીને 1198 કયુસેક પોહચી છે. અમે આ ડેમ હજુ માત્ર 10 ટકા ભરટેલ છે. તેવી જ રીતે જિલ્લાના અન્ય ડેમોમાં પણ છેલ્લા 24 કલાકમાં નવા નીરની આવક થયેલ છે અને લોકોને પીવા અને સિંચાઇ માટે પાણી આપતા ડેમના પાણીની વાત કરીએ તો મચ્છુ-1 માં 8, મચ્છુ-2 માં 18 ટકા પાણી ભરાયેલ છે. જો કે, બ્રાહ્મણી-2 અને ધોડાધ્રોઈ બંને ડેમ 60 ટકા જેટલા ભરેલ છે.






Latest News