મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસેથી કાર અને ઘર પાસેથી બાઈકની ચોરીન ગુનામાં પોલીસે ચોરાઉ મુદામાલ સાથે આરોપીને દબોચ્યો મોરબીમાં નવયુગ ગ્રૂપે નવા શૈક્ષણિક વર્ષમાં વિદ્યાર્થીઓનું હર્ષ અને ઉમંગથી કર્યું સ્વાગત મોરબીના મહેન્દ્રનગર ગામે પાણીના ધાંધીયા, કમિશનરને કરાઇ રજૂઆત ટંકારાના મેઘપર ઝાલા ગામે જમીન માપણીના વિવાદમાં તાલુકા ભાજપના ઉપપ્રમુખ અને તેના ભત્રીજાની હત્યા મોરબીના વાવડી રોડે રહેતા વૃદ્ધાને મરવા મજબુર કરવાના કેસમાં ૩ મહિલા સામે કાર્યવાહી, ૩ ને શોધવા કવાયત મોરબી જિલ્લામાં લેપ્રસી કેસ ડિટેક્શન અભિયાનનો સો ઓરડી અર્બન હેલ્થ સેન્ટર ખાતેથી શુભારંભ કરાયો હળવદ તાલુકાની ૩ ગ્રામ પંચાયતોમાં વિલેજ કોમ્પ્યુટર આંતરપ્રિન્યોરની ભરતી કરાશે મોરબી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને આરોગ્ય વિભાગની વિવિધ કમિટીઓની સમીક્ષા બેઠક યોજાઈ
Breaking news
Morbi Today

મોરબીના નવયુગ સંકુલ ખાતે નવા ફોજદારી કાયદા અંગે પોલીસ તથા લો કોલેજના વિદ્યાર્થીઓ માટે તાલીમી સેમિનાર યોજાયો


SHARE











મોરબીના નવયુગ સંકુલ ખાતે નવા ફોજદારી કાયદા અંગે પોલીસ તથા લો કોલેજના વિદ્યાર્થીઓ માટે તાલીમી સેમિનાર યોજાયો

મોરબીના નવયુગ ગ્રુપ ઓફ કોલેજ મોરબી-રાજકોટ હાઇવે મુકામે નવા ફોજદારી કાયદા અંગે પોલીસ અધિકારીઓ તથા નવયુગ લો કોલેજના વિદ્યાર્થીઓ માટે તાલીમી સેમિનાર યોજાયો હતો.જેમા આગામી સમયમાં અમલમાં આવનારા નવા ફોજદારી કાયદા જેવા કે, ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ અંગે નવયુગ ગ્રુપ ઓફ કોલેજ-મોરબી મુકામે તાલીમી સેમિનારનું આયોજન કરવામાં આવેલ હતું.જેમાં મોરબી જિલ્લાના મુખ્ય પોલીસ વિભાગમાંથી ડીવાયએસપી પી.એ.ઝાલા તેમજ ડીવાયએસપી સમીર સારડા, પીઆઇ, પીએસઆઇ તેમજ અન્ય પોલીસ કર્મીઓ તેમજ નવયુગ લો કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

આ પ્રસંગે તાલીમી સેમિનારના મુખ્ય સ્વપ્ન દ્રષ્ટા નવયુગ ગ્રુપ ઓફ એજયુકેશનના પ્રમુખ પી.ડી.કાંજીયાના માર્ગદર્શન હેઠળ પ્રિન્સિપાલ ડો.સંઘવી, ડો.જયવીર પંડયા અને ડો.પરેશ ડોબરીયાએ સાંપ્રત સમયની જરૂરીયાત અને સરકારના અભિગમથી નવા ફોજદારી કાયદામાં આવનાર ફેરફારો અંગે સેકશન વાઈઝ દરેક કાયદાની વિસ્તૃત છણાવટ સાથે સમજણ આપેલી હતી. "આત્મ નિર્ભર ભારત'ના અભિગમ મારફત થનાર ફાયદા તેમજ ન્યાયક્ષેત્રે આવનાર ડીજીટેલાઈઝેશન, ઝડપી ન્યાય અને સાર્વભૌમત્વની સુરક્ષા અંગે રસપ્રદ સમજણ આ તાલીમ સેમિનારમાં આપવામાં આવી હતી.






Latest News