ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના ત્રિકોણબાગ પાસેથી સ્કૂટરની ચોરી કરનારા રીઢા ચોરની ધરપકડ


SHARE











મોરબીના ત્રિકોણબાગ પાસેથી સ્કૂટરની ચોરી કરનારા રીઢા ચોરની ધરપકડ

મોરબીમાં ત્રિકોણબાગ પાસેથી સ્કૂટરની પાર્ક કરેલ હતુ તેની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ હતી જેની યુવાન દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જે ગુનામાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીની નિત્યાનંદ સોસાયટી મેઇન રોડ ઉપર રહેતા દેવેન્દ્રભાઈ હેનાભાઇ રાઠોડ જાતે રજપૂત (38)એ અજાણ્ય શખ્સની સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યું હતું કે, મોરબીના સુભાષ રોડ ઉપર ત્રિકોણબાગની પાછળના ભાગમાં નેશનલ દુકાનની સામેના ભાગમાં તેણે પોતાનું જ્યુપિટર સ્કૂટર નંબર જીજે 36 એમ 8666 પાર્ક કરીને મૂક્યું હતું જે સ્કૂટરની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવે છે જેથી 50 હજારની કિંમતના સ્કૂટરની ચોરી થઈ હોવાની ભોગ બનેલા યુવાને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં આ ગુનામાં આરોપી હનીફશા ઇબ્રાહિમશા શાહમદાર જાતે ફકીર (35) રહે. બાબરિયા કોલોની આવાસ યોજનાના ક્વાર્ટરમાં રાજકોટ વાળાની ધરપકડ કરી છે અત્રે ઉલેખનીય છે કે, આ આરોપી રાજકોટમાં ત્રણ ચોરાઉ વાહન સાથે પકડાયેલ હતો જેમાં મોરબીના સ્કૂટરનો પણ સમાવેશ થતો હોય પોલીસે તેનો કબ્જો લીધેલ છે.

મહિલા સારવારમાં
ટંકારા તાલુકાના બંગાવડી ગામે રમણીકભાઈની વાડીએ રહીને કામ કરતી વનિતાબેન અજમેરભાઈ ડામોર (19) નામની યુવતીને આકાશી વીજળી પડવાના કારણે ઈજા થવાથી ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ 108 મારફતે વધુ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની પ્રથમ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવી પ્રાથમિક તપાસ વિપુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી જોકે બનાવ ટંકારા તાલુકા પોલીસની હદમાં બનેલ છે જેથી ત્યાં આ બનાવની જાણ કરી છે.

સાપ કરડી ગયો
મોરબી નજીકના કાલિકાનગર ગામે રહેતા વિજય પ્રભુભાઈ વાઘેલા (28) નામના યુવાનને સાપ કરડી જતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યો હતો. અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વાહન અકસ્માતમાં બનાવમાં ધરપકડ
મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એકાદ મહિના પહેલાં નોંધાયેલ અકસ્માત બનાવમાં અકસ્માત સર્જનાર ટ્રક ડ્રાઇવરની ધરપકડ કરવામાં આવેલ છે.તાલુકા પોલીસ મથકના અરવિંદભાઈ મકવાણા પાસેથી મળતી માહિતી પ્રમાણે એકાદ મહિના પહેલા જેતપર રોડ ઉપર આવેલ પાવડીયારી નજીક ટ્રક બાઈક અકસ્માત બન્યો હતો.જેમાં એક યુવાનનું મોત નિપજ્યું હતું.આ અકસ્માત બનાવમાં ફરિયાદ નોંધાવા પામી હતી.જેમા તપાસ દરમિયાન ટ્રક ડ્રાઇવર હુસેનભાઇ જીકાતભાઈ કુંભાર જાતે મુસ્લિમ (45) રહે. ભુજ વાળાની અકસ્માત બનાવમાં ધરપકડ કરવામાં આવી હતી.






Latest News