ચરાડવા ગામની સીમમાં જીરૂ ચોરીનો ભેદ ઉકેલાયો: ચાર આરોપીની 12.77 લાખનો મુદ્દામાલ કબજે, ત્રણ આરોપીની શોધખોળ મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા ભારત કો જાનો મૌખિક પ્રશ્નમંચનો કાર્યક્રમ યોજાયો ગાંધીધામના એનડીપીએસના ગુનામાં નાસતો ફરતો આરોપી મોરબીમાંથી ઝડપાયો મોરબીમાં મનપાના ફૂડ વિભાગે દુકાનો,-હોટેલ સહિત 90 સ્થળોએ કર્યું ચેકિંગ મોરબીમાં પડતર પ્રશ્નોને લઈને સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે કલેક્ટર-ડીઇઓને કરી રજૂઆત મોરબી ગ્રામ્ય-શહેરી વિસ્તારની 82 આંગણવાડીઓની જવાબદારી મહાનગરપાલિકાને સોપાઈ ગુજરાત ખેડૂત સત્યાગ્રહ છાવણી જેતપરથી ખેડૂતો સિદ્ધિવિનાયક કા રાજા ગણેશ મહોત્સવમાં પહોચ્યા મોરબીના ટીંબડી ગામે પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં ચેક બાઉન્સ કરાવ્યાનો ખાર રાખીને યુવાનને માર મારનારા ત્રણ શખ્સોની ધરપકડ


SHARE







મોરબીમાં ચેક બાઉન્સ કરાવ્યાનો ખાર રાખીને યુવાનને માર મારનારા ત્રણ શખ્સોની ધરપકડ

મોરબીમાં યુવાનના ભાઈને આપેલ ચેક બાઉન્સ થયો હતો જે બાબતનો ખાર રાખીને યુવાન સાથે બોલાચાલી કરી હતી અને તેને ગાળો આપવામાં આવી હતી ત્યારબાદ તેને ઢીકાપાટુનો માર માર્યો હતો અને લોખંડના પાઇપ વડે પગમાં માર મારીને ઇજા કરી હતી જેથી ઈજા પામેલા યુવાને સારવાર લઈને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ત્રણ શખ્સોની સામે ફરિયાદ કરી હતી જેના આધારે પોલીસે આ ગુનામાં ત્રણેય આરોપીઓને પકડીને આગળની કાર્યવાહી કરી હતી

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ ઉપર આવેલ કારીયા સોસાયટીમાં મામાદેવના મંદિર પાસે રહેતા આદિલભાઈ ગફારભાઈ સોલંકી જાતે ઘાંચી (૨૮)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અલી આરીફભાઇ કાસમાણીતોફિક આરીફભાઇ કાસમાણી અને સમીર આરીફભાઈ કાસમાણી રહે. બધા રણછોડનગર પાછળ રિદ્ધિ પાર્ક ગોસિયા મંઝિલ મોરબી વાળાની સામે ફરિયાદ કરી હતી કે, તે મોરબીમાં સરદાર રોડ ઉપર આવેલ પૂનમ કેસેટ પાસે હતો ત્યારે અલી કાસમાણીએ તેને કહ્યું હતું કે “કેમ મારા ભાઈએ આપેલ ચેક બાઉન્સ કરાવેલ છે” તેવું કહીને તે બાબતનો ખાર રાખી બોલાચાલી કરી હતી અને ગાળો આપી હતી અને ત્યારબાદ તોફિક અને સમીરે ત્યાં આવીને ફરિયાદીને ઢીકાપાટુનો માર માર્યો હતો અને તોફીકે લોખંડના પાઇપ વડે ફરિયાદી યુવાનને પગના ભાગે માર મારીને ઇજા કરતાં ઇજા પામેલ હાલતમાં તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આદિલભાઈ સોલંકીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા હતા અને હાલમાં આ ગુનામાં પોલીસે અલી આરીફભાઇ કાસમાણી (૨૭)તોફિક આરીફભાઇ કાસમાણી (૨૫) અને સમીર આરીફભાઈ કાસમાણી (૨૨) રહે. બધા રણછોડનગર પાછળ રિદ્ધિ પાર્ક ગોસિયા મંઝિલ મોરબી વાળાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે




Latest News