જેને જે કરવુ હોય તે કરે, હું 1997 માં રાજ્યના મુખ્યમંત્રીને અડી ગયો હતો, મારી ટીમ અને વેપારીઓ મારી સાથે જ છે: મોરબીમાં રાજ્ય મંત્રી કાંતિભાઇ અમૃતિયાનો સીધો પ્રહાર મોરબી જિલ્લાના હોટલ માલિકોએ પથિક સોફટવેરમાં રજીસ્ટ્રેશન કરાવવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું મોરબી જિલ્લામાં બંદર-કોસ્ટલ વિસ્તારના ૮ ટાપુઓ ઉપર પ્રવેશબંધી મોરબી: ગુજકેટની પરીક્ષા સંદર્ભે જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું; ૧૦ શાળાઓમાં પરીક્ષાનું આયોજન મોરબી જીલ્લામાં ખેતીવાડીની યોજના અને બાગાયત ખાતાની યોજનાના લાભ માટે આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ ઉપર ૨૬ એપ્રિલ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે હળવદમાં આધેડની હત્યાના ગુનામાં બે આરોપીની ધરપકડ: 4 ની શોધખોળ મોરબીમાં નરસંગ ટેકરીની બાજુમાં બનશે અદ્યતન સુવિધાઓથી સજ્જ નવી મોડર્ન લાઇબ્રેરી મોરબીમાં વાસી નુડલ્સ-ગ્રેવિ, ફૂડ કલર અને ખરાબ રબડીનો નાશ કરતો ફૂડ વિભાગ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં ખરીફ પાકોના વાવેતર સમયે બિયારણની ખરીદી કરતાં ખેડૂતોએ કાળજી રાખવા અપીલ


SHARE











મોરબી જિલ્લામાં ખરીફ પાકોના વાવેતર સમયે બિયારણની ખરીદી કરતાં ખેડૂતોએ કાળજી રાખવા અપીલ

મોરબી જિલ્લાના તમામ ખેડૂતોને આગામી ખરીફ ઋતુમાં વાવેતર માટે બિયારણ ખરીદી કરતી વખતે રાખવાની થતી કાળજી અંગે જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકા અનુસાર બિયારણ માત્ર અધિકૃત લાયસન્સ/પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ  ખરીદી કરવાનો આગ્રહ રાખવો.

બિયારણની ખરીદી સમયે વેપારી પાસેથી તેનું લાયસન્સ નંબર, પરું નામ, સરનામું અને જે બિયારણ ખરીદેલ હોય તેનું નામ, લોટ નંબર, ઉત્પાદન અને મુદત પૂરી થવાની વિગત દર્શાવતું બીલ સહી સાથે અવશ્ય લેવું. બિયારણની થેલી સીલ બંધ છે કે કેમ તેમજ તેનો મુદત પૂરી થઈ ગયેલ નથી તે બાબતે ખાસ ચકાસણી કરવી અને કોઈપણ સંજોગોમાં મુદત પુરી થયેલ હોય તેવા બિયારણની ખરીદી કરવી નહીં. ખાસ કરીને કપાસ પાકના બિયારણની થેલી અથવા પેકેટ કે જેના પર ઉત્પાદકનું નામ, સરનામું અને બિયારણના ધારાધોરણો દર્શાવેલ ન હોય તેવા 4જી અને 5જી જેવા જુદા જુદા નામે વેચાતા અમાન્ય બિયારણની કોઈપણ સંજોગોમાં ખરીદી કરવી નહીં. આ પ્રકારના બિયારણ વેચાતા હોવાનું જો ધ્યાને આવે તો તાત્કાલિક સંબંધિત એગ્રીકલ્ચર ઇન્સ્પેક્ટર અથવા જિલ્લાના નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)ને તુરંત જાણ કરવી. વાવણી બાદ ખરીદેલ બિયારણનું પેકેટ/ થેલી તેમજ તેનું બીલ પણ સાચવી રાખવુ જરૂરી છે તેવું મોરબી નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) કે.જી. પરસાણીયાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

પેન્શનરોની હયાતિની ખરાઇ કરાવી લેવા અનુરોધ

રાજ્ય સરકારનાં IRLA Systemથી પેન્શન મેળવતા પેન્શનરોની હયાતિની ખરાઇ મે-જૂન-જુલાઇ, ૨૦૨૪ માસમાં કરાવવાની રહે છે. જે મુજબ જિલ્લા તિજોરી કચેરીથી તમામ પેન્શનરોનાં હયાતિનાં ફોર્મ જરૂરી વિગતો ભરી બેન્કને મોકલી આપવામાં આવેલ છે. પેન્શનરો જે બેન્કમાંથી પેન્શન મેળવતા હોઇ તે બેન્કમાં જઇ તા. ૩૧-૦૭-૨૦૨૪ સુધીમાં તેમની હયાતિની ખરાઇ કરાવી લેવા મોરબી જિલ્લા તિજોરી અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે.






Latest News