મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિના મધ્યમથી સિલાઈ મશીન અર્પણ કરાયા


SHARE







મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિના મધ્યમથી સિલાઈ મશીન અર્પણ કરાયા

ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા ગરીબ ગંગા સ્વરૂપ બહેનોને તથા આર્થિક રીતે પછાત હોય તેવા ગરીબ પરિવારોની બહેનોને તેઓ પોતાની રોજી રોટી મેળવી શકે તથા સમાજમાં અને પોતાના કુટુંબમાં ઉપયોગી થાય તેવી ભાવના સાથે સિલાઈ મશીન આપવામાં આવે છે ત્યારે રાજેશભાઈ હરિભાઈ આદ્રોજાને ત્યાં આવા લાભાર્થી બહેનોને રૂબરૂ બોલાવીને સ્વ. કાન્તાબેન હરિભાઈ આદ્રોજાની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે સિલાઈ મશીન આપવામાં આવ્યા હતા. આ સેવાકીય પ્રોજેક્ટમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિના ચેરમેન દેવકરણભાઈ આદ્રોજા તેમજ સમિતિના સભ્યો ત્રિભોવનભાઈ ફુલતરિયાબાલુભાઈ કડીવારશારદાબેન આદ્રોજાકાજલબેન આદ્રોજા તેમજ સામાજિક કાર્યકર અલ્પાબેન કક્કડ અને બહેનોની હાજર રહ્યા હતા અને આ સિલાઈ મશીન ગંગા સ્વરૂપ બહેનોને તથા આર્થિક રીતે પછાત બહેનોને દરેકની હાજરીમાં આપવામાં આવ્યા હતા.દેવકરણભાઈ આદ્રોજાએ લાભાર્થી બહેનોને જણાવ્યું હતુ કે તમે સિલાઈ શીખી લો અને પછી તમે જો સિલાઈ કેન્દ્ર ચલાવવા માગતા હોય તો તમને બીજા વધુ મશીનો પુરા પાડવામાં આવશે. ટી.સી. ફુલતરિયાએ પણ આ સમિતિ દ્વારા ચાલતા સિલાઈ કેન્દ્રો વિશેની માહિતી આપી હતી. અને બાલુભાઈ કડીવારે હાજર રહેલા લાભાર્થી બહેનો અને હાજર વડીલ બહેનોનો આભાર વ્યક્ત કરીને આ સેવાકીય પ્રોજેક્ટ પુરો કર્યો હતો.






Latest News