મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ રાજકીય પક્ષોની સભા/લાઉડ સ્પીકર સહિતની ૮૫ મંજૂરી અપાઈ


SHARE







મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ રાજકીય પક્ષોની સભા/લાઉડ સ્પીકર સહિતની ૮૫ મંજૂરી અપાઈ

લોકસભાની ચૂંટણી - ૨૦૨૪ અન્વયે પ્રચાર પ્રસાર માટે વિવિધ રાજકીય પક્ષો દ્વારા માંગવામાં આવેલી મંજૂરીઓ અંતર્ગત મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ૮૫ જેટલા કાર્યકમો/આયોજનોને મંજૂરીઓ આપવામાં આવી છે.

ચૂંટણી દરમિયાન આદર્શ આચારસંહિતા લાગુ થાય ત્યારથી રાજકીય પક્ષો દ્વારા યોજવામાં આવતા વિવિધ કાર્યક્રમો/આયોજનો ઉપર ચૂંટણી તંત્ર દ્વારા નિયંત્રણ રાખવામાં આવતું હોય છે. રાજકીય પક્ષો કોઈ કાર્યક્રમ યોજવા ઇચ્છુક હોય ત્યારે તેમના દ્વારા જિલ્લા ચૂંટણી તંત્ર પાસે મંજૂરી મેળવી કાર્યક્રમો યોજવાના હોય છે. સમગ્ર રાજ્યની સાથે મોરબી જિલ્લામાં પણ આગામી ૭ તારીખે લોકસભાની ચૂંટણી અન્વયે મતદાન યોજનાર છે. ત્યારે ૧૬ માર્ચ કે જ્યારથી આદર્શ આચારસંહિતા લાગુ પડી ત્યારથી લઇ અને અત્યાર સુધીમાં વિવિધ રાજકીય પક્ષો દ્વારા કરવામાં આવેલી ૮૫ જેટલી અરજીઓને મંજૂરી આપવામાં આવી છે. આ ૮૫ અરજીઓમાંથી ૫૬ અરજીઓ રાજકોટ સંસદીય મતવિસ્તાર માટે અને ૨૯ અરજીઓ કચ્છ સંસદીય મતવિસ્તાર માટેની છે આ અરજીઓમાં લાઉડ સ્પીકર સાથેની સભાલાઉડ સ્પીકરરેલીશેરી સભાઓકામ ચલાઉ ધોરણે પક્ષની ઓફિસ ઉભી કરવીડોર ટુ ડોર પ્રચાર સહિત વિવિધ કાર્યક્રમો/આયોજનો માટે મંજૂરીઓ માંગતી અરજીઓ કરવામાં આવી હતી. જે અરજીઓ મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મંજૂર કરવામાં આવી છે.






Latest News